×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બળવા વચ્ચે અજિત પવાર જૂથે નરેન્દ્ર રાણેને મુંબઈ NCPના અધ્યક્ષ બનાવ્યાં, પૂણેમાં પણ કર્યો ફેરબદલ

મહારાષ્ટ્રમાં કાકા-ભત્રીજા વચ્ચે જૂથ પડી ગયા બાદ NCPની હાલત પણ શિવસેના જેવી થઈ ચૂકી છે. તાજેતરમાં રાજકારણમાં ગરમાવા વચ્ચે હવે એવા પણ અહેવાલ આવ્યા છે કે અજિત પવારના જૂથે મુંબઈ-પૂણેના  NCP પ્રમુખને બદલી નાખ્યા છે. માહિતી અનુસાર અજિત પવારે મુંબઈ અને પૂણે માટે NCP અધ્યક્ષની નિમણૂક કરી દીધી છે. આ પહેલા તેઓ NCPના ચૂંટણી ચિહ્ન પર દાવો કરી ચૂક્યા છે. 

કોને કઈ જવાબદારી સોંપી 

પાર્ટીના એક નેતાએ જણાવ્યું કે અજિત પવાર જૂથે નરેન્દ્ર રાણેને મુંબઈ NCPના અધ્યક્ષ જાહેર કરી દીધા છે. તેની સાથે જ તેમણે દીપક મનકરને પણ પૂણેના અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપી છે. જ્યારે પ્રશાંત જગતાપ પહેલાંથી જ એનસીપી પૂણેના અધ્યક્ષ છે. તેમ છતાં અજિત જૂથે નવા પદાધિકારીની નિમણૂક કરી હતી. આ પહેલા મુંબઈમાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સીએમ એકનાથ શિંદેના નિવાસે બેઠક યોજી હતી. આ બેઠક મોડી રાત સુધી ચાલી હતી. બેઠક સમાપ્ત થયા બાદ ફડણવીસ રવાના થયા હતા.