દિલ્હીની તીસ હજારી કોર્ટમાં વકીલો વચ્ચે દલીલ બાદ ફાયરિંગ, હાલ કોઈ ઈજાગ્રસ્ત નહીં

દિલ્હીની તીસ હજારી કોર્ટમાં વકીલો વચ્ચે દલીલ બાદ ફાયરિંગ, હાલ કોઈ ઈજાગ્રસ્ત નહીં

દેશની રાજધાની દિલ્હીની તીસ હજારી કોર્ટ સંકુલમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. ફાયરિંગમાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. પોલીસનું કહેવું છે કે વકીલો વચ્ચેની દલીલ બાદ આ ઘટના બની હતી.

આ ઘટનાની વધુ માહિતી મુજબ આજે બપોરે લગભગ 1.30 વાગ્યે ફાયરિંગની ઘટના બની હતી. પોલીસની ટીમ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે જાણવા મળ્યું કે વકીલો વચ્ચે બોલાચાલી થઈ હતી. જેના પગલે બે અલગ-અલગ જૂથોએ હવામાં ફાયરિંગ કર્યું હતું. ઘટનામાં કોઈ નુકશાન થયું નથી. હાલ સ્થિતિ સામાન્ય છે.

Share: