×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા! 3 જુલાઈ બન્યો સૌથી ગરમ દિવસ, અલ નીનોએ આગમાં ઘી રેડ્યું


જળવાયુ પરિવર્તનમાં બદલાવના કારણે તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. વધતી જતી ગરમીના કારણે સમગ્ર વિશ્વ ત્રસ્ત છે. દરમિયાન, યુએસ નેશનલ સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટલ પ્રિડિક્શને ગરમી અંગેનો અહેવાલ બહાર પાડ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે, 3 જુલાઈનો દિવસ વૈશ્વિક સ્તરે અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. વૈજ્ઞાનિકોએ કહ્યું કે, વધતી ગરમી એ લોકો માટે મોતની સજા બની શકે છે.

સાત વર્ષ પહેલાનો તૂટ્યો રેકોર્ડ 

વિશ્વભરમાં ગરમીના મોજાને કારણે સોમવારે સરેરાશ વૈશ્વિક તાપમાન 17.01 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. આ તાપમાને વર્ષ 2016માં બનેલા 16.92 ડિગ્રી સેલ્સિયસના અગાઉના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. તે જ સમયે, દક્ષિણ અમેરિકા તાજેતરના અઠવાડિયામાં તીવ્ર ગરમી સામે ઝઝૂમી રહ્યું છે. આ સિવાય ચીનમાં પણ લોકો હીટ વેવનો સામનો કરી રહ્યા છે. અહીં તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહે છે. તે જ સમયે, ઉત્તર આફ્રિકામાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસની નજીક નોંધાયું છે. 

શિયાળામાં પણ ઉનાળા જેવી ગરમી

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ સમયે એન્ટાર્કટિકામાં શિયાળાની મોસમ હોવી જોઈએ પરંતુ અહીં સામાન્ય કરતા વધારે તાપમાન નોંધાયું છે. આર્જેન્ટિનો ટાપુઓમાં યુક્રેનના વર્નાડસ્કી રિસર્ચ બેઝ તાજેતરમાં 8.7 ડિગ્રી સેલ્સિયસ સાથે તેનો જુલાઈ મહિનાના તાપમાનનો રેકોર્ડ તોડ્યો હતો.

વૈજ્ઞાનિકોએ આ અંગે આપ્યું કારણ 

બ્રિટનના આબોહવા વિજ્ઞાની ફ્રેડરિક ઓટ્ટોએ વધતા તાપમાન અંગે જણાવ્યું હતું કે, આ કોઈ માઈલસ્ટોન નથી જેને આપણે ઉજવીએ. આ લોકો માટે મોતની સજા બની શકે છે. તે જ સમયે, અન્ય વૈજ્ઞાનિકોએ કહ્યું કે, આ માટે ક્લાયમેટ ચેન્જ જવાબદાર છે. સંશોધકો માને છે કે, અલ નીનો નામની કુદરતી હવામાન ઘટના અને માનવીઓમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનનું મિશ્રણ ગરમીનું કારણ બની રહ્યું છે. 

શું છે અલ નિનો?

વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરમાં સમુદ્રની સપાટીના તાપમાનમાં વધારો થવાની ઘટનાને 'અલ નિનો' કહેવામાં આવે છે.