મહારાષ્ટ્રમાં સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસવે પર બસમાં લાગી આગ, 25 લોકોએ ગુમાવ્યા જીવ

મહારાષ્ટ્રમાં સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસવે પર બસમાં લાગી આગ, 25 લોકોએ ગુમાવ્યા જીવ

મહારાષ્ટ્રમાં ગઈકાલે રાત્રે એક ભયાનક અકસ્માત થયો હતો. બુલઢાણામાં સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસ વે પર યવતમાલથી પુણે જતી બસમાં ભીષણ આગ લાગી હતી. મળતી માહિતી અનુસાર, આ ઘટનામાં 25 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ ઘટના ગઈકાલે રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ બની હતી. બુલઢાણા પોલીસના ડેપ્યુટી એસપી બાબુરાવ મહામુનીએ આ અંગે માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, બસમાંથી 25 મૃતદેહો કાઢવામાં આવ્યા છે. બસમાં કુલ 32 લોકો સવાર હતા. છથી આઠ લોકો ઘાયલ થયા છે. ઇજજાગ્રસ્તોને બુલઢાણા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.

બસની બારીના કાચ તોડીને આઠ લોકોએ બચાવ્યો જીવ 

બસની બારીના કાચ તોડીને આઠ લોકોએ પોતાનો જીવ બચાવ્યા હતા. આ અકસ્માત બુલઢાણા જિલ્લાના સિંદખેડારાજા નજીક પિંપલખુટા ગામ પાસે સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસ વે પર થયો હતો. બુલઢાણાના એસપી સુનીલ કડાસેના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં બસનો ડ્રાઈવર બચી ગયો છે. તેણે જણાવ્યું કે, ટાયર ફાટતા બસ પલટી મારી ગઈ જેના કારણે બસમાં આગ લાગી.

Share: