કેન્દ્રના વટહુકમ સામેની લડાઈ હવે સુપ્રીમકોર્ટમાં, આમ આદમી પાર્ટીએ કહ્યું – 'તાત્કાલિક રોક લગાવો'

કેન્દ્રના વટહુકમ સામેની લડાઈ હવે સુપ્રીમકોર્ટમાં, આમ આદમી પાર્ટીએ કહ્યું – 'તાત્કાલિક રોક લગાવો'

image : Twitter

હવે દિલ્હી સરકારે ટ્રાન્સફર-પોસ્ટિંગના અધિકારને લઈને સુપ્રીમ કોર્ટના દ્વારા ખટખટાવ્યાં છે. દિલ્હી સરકારને સુપ્રીમ કોર્ટ દ્વારા ટ્રાન્સફર-પોસ્ટિંગ અધિકારો સોંપવામાં આવ્યા હતા, ત્યારબાદ કેન્દ્ર સરકારે વટહુકમ લાવીને કોર્ટના નિર્ણયને ઉલટાવી દીધો હતો. આ પછી કેજરીવાલ સરકારે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. દરમિયાન વટહુકમ સામે વિરોધ પક્ષોનું સમર્થન મેળવવા માટે કેજરીવાલે ઘણા નેતાઓને પણ મળ્યા હતા. આ મામલે વટહુકમને ગેરબંધારણીય ગણાવતાં આમ આદમી પાર્ટીએ કહ્યું કે તેના પર તાત્કાલિક રોક લગાવવામાં આવે. 

કેજરીવાલે ઘણા નેતાઓનું સમર્થન માંગ્યું હતું

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ મુદ્દે વિપક્ષના અનેક નેતાઓનું સમર્થન માંગ્યું છે. કેજરીવાલ મમતા બેનરજી, નીતિશ કુમાર, સ્ટાલિન, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર સહિત અનેક નેતાઓને મળ્યા હતા. આ પછી કેજરીવાલે પટનામાં યોજાયેલી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો.

આમ આદમી પાર્ટીએ રેલીનું આયોજન કર્યું હતું

આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતાઓએ 11મી જૂને એક મોટી રેલીનું પણ આયોજન કર્યું હતું. આ રેલીમાં પાર્ટીના અનેક મોટા નેતાઓએ ભાગ લીધો હતો. આ રેલીમાં કેજરીવાલે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

Share: