×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પાકિસ્તાની ડ્રોન ભારતીય હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કરીને પંજાબમાં ઘૂસ્યુ, BSFએ તેને તોડી પાડ્યું

Image : Twitter

પંજાબમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યુ છે. આ ડ્રોન ભારતીય હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યુ હતું જેને લઈને સેનાએ એક્શન લઈને ડ્રોનને તોડી પાડ્યુ હતું.

BSFએ પંજાબ પોલીસ સાથે સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યુ

BSF પંજાબ ફ્રન્ટિયરે પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવાની માહિતી આપી છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ પંજાબના તરનતારન જિલ્લાના લખના ગામમાં ભારતીય હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કરતા પાકિસ્તાની ડ્રોન (DJI Matrice 300 RTK)ને તોડી પાડ્યુ હતું. BSFના જવાનોએ ગઈકાલે રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસ  તરનતારન જિલ્લાના ટીજે સિંહ ગામ પાસે ડ્રોનની હિલચાલ જોવા મળી હતી. BSFના એક અધિકારીએ જણાવ્યું હતું કે સૈનિકો ડ્રોનને અટકાવવા માટે તરત જ એક્શન લઈને અને પંજાબ પોલીસ સાથે સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે સવારે લગભગ 8.10 વાગ્યે જિલ્લાના લાખના ગામને અડીને આવેલા ખેતરોમાંથી તૂટેલી હાલતમાં ડ્રોન મળી આવ્યું હતું. ડ્રોન ડીજેઆઈ મેટ્રિસ 300 આરટીકે શ્રેણીનું ક્વોડકોપ્ટર છે.