ગુજરાતીઓએ વિઝા લેવા મુંબઈ નહીં જવું પડે, અમદાવાદમાં શરૂ થશે USAનું વાણિજ્ય દૂતાવાસ

ગુજરાતીઓએ વિઝા લેવા મુંબઈ નહીં જવું પડે, અમદાવાદમાં શરૂ થશે USAનું વાણિજ્ય દૂતાવાસ

હાલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે અને ભારત માટે તેમનો આ પ્રવાસ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. એવામાં હાલ ગુજરાત માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે.

હવે ગુજરાતીઓએ વિઝા માટે મુંબઈ સુધી જવું પડશે નહીં

કેટલા લાંબા સમયથી ભારતે અમેરિકા પાસે એક માંગનો પ્રસ્તાવ મુક્યો હતો. જો કે, ભારતની લાંબા સમયથી પેન્ડિંગ રહેલી માંગણીને અમેરિકાએ સ્વીકારી છે. અમેરિકા જવા માગતા ગુજરાતીઓએ હવે વિઝા લેવા માટે મુંબઈ જવું પડશે નહીં. ટૂંક સમયમાં અમદાવાદમાં જ અમેરિકાનું વાણિજ્ય દુતાવાસ શરુ થવા માટેની અમેરિકા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદ ઉપરાંત બેંગલોરમાં પણ અમેરિકાનું દુતાવાસ શરૂ કરવા મંજૂરી અપાઈ છે.

Share: