×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતના દુશ્મનને ચીને બચાવ્યો : 26/11 હુમલાના આરોપીને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવને UNમાં અટકાવ્યો

નવી દિલ્હી, તા.20 જૂન-2023, મંગળવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એમરિકા યાત્રાથી ચીનના પેટમાં દુઃખાવો શરુ થઈ ગયો છે અને ફરી વાર ચીને નફ્ફટાઈ દેખાડી છે. 26/11 મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ લશ્કર-એ-તૈયબાના આતંકી સાજિદ મીરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના ભારત-એમરિકાના પ્રસ્તાવને ચીને UNમાં અટકાવ્યો છે. આ પહેલી વાર નથી થયું, આગાઉ પણ ચીને સંયુક્ત રાષ્ટ્રમાં સતત પાકિસ્તાની આતંકવાદીઓનો બચાવ કર્યો છે.

આતંકી સાજિદ મીરને ભારત દ્વારા કરાયો છે મોસ્ટ વોન્ટેડ જાહેર 

આતંકી સાજિદ મીરને ભારત દ્વારા મોસ્ટ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. તે લાહોરનો પાકિસ્તાની નાગરિક છે અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો સભ્ય છે. સાજિદ મીર 26 નવેમ્બર 2008 દરમિયાન મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાનો મુખ્ય પ્લાનર હતો. સાજિદે લશ્કર-એ-તૈયબાની આંતરરાષ્ટ્રીય પાંખની ‘વિદેશી બાબતો’ની કામગીરી પણ સંભાળી હતી.

સાજિદ મીર પર 50 લાખ અમેરિકન ડોલરનું ઈનામ

સાજિદ મીર ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંનો એક છે અને 26/11ના મુંબઈ આતંકી હુમલામાં તેની ભૂમિકા બદલ યુએસ દ્વારા તેના પર 50 લાખ અમેરિકન ડોલરનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. જૂનમાં, સાજિદ મીરને પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે આતંકવાદીઓને ફંડ પૂરું પાડવાના કેસમાં 15 વર્ષથી વધુની જેલની સજા ફટકારી હતી. મીર પાકિસ્તાન સ્થિત એલઈટીનો વરિષ્ઠ સભ્ય છે અને નવેમ્બર 2008ના મુંબઈ આતંકી હુમલામાં તેની સંડોવણી બદલ વોન્ટેડ છે.