×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતમાં આ તારીખે થશે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, IMDએ કરી આગાહી

IMD Forecast, IMD Weather Alert, Gujarat, Mumbai, Kerala, Monsoon, Rainઅમદાવાદ, તા.20 જૂન-2023, મંગળવાર

રાજ્યમાં કાળજાળ ગરમીનો અને બફારાનો સામનો કરી રહેલા લોકો માટે વરસાદને લઈ મોટા અહેવાલ સામે આવ્યા છે. બિપરજોય વાવાઝોડાના કારણે ઘણા દિવસોથી અટકેલું દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હવે આગળ વધી રહ્યું છે.

ચોમાસું આગામી 48 કલાકમાં તેલંગાણામાં પહોંચશે

ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે, ચોમાસું આગામી 48 કલાકમાં તેલંગાણામાં પહોંચશે. હાલમાં કર્ણાટક અને દક્ષિણ આંધ્રપ્રદેશમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. હૈદરાબાદમાં 21 જૂન સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગે કહ્યું, ‘અમે આશા રાખી શકીએ છીએ કે ચોમાસું આગામી 48 કલાકમાં તેલંગાણામાં પ્રવેશ કરશે. જોકે તે 24 જૂનથી 25 જૂન સુધી રાજ્યને ક્યારે આવરી લેશે તે કહેવું મુશ્કેલ છે. IMDના જણાવ્યા અનુસાર ચોમાસુ આજે 20 જૂનથી આગામી બે દિવસમાં પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહાર અને દક્ષિણ દ્વીપકલ્પના ભાગોમાં જવાની શક્યતા છે. હવામાન કચેરીએ જણાવ્યું કે 2-3 દિવસમાં ચોમાસું ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર અને પૂર્વ ઉત્તર પ્રદેશના ભાગોમાં આગળ વધે તેવી શક્યતા છે.

ગુજરાતમાં  30 જૂનથી 1-2 જુલાઈએ ચોમાસુ પ્રવેશ કરશે

મુંબઈમાં ચોમાસું આપણને વધુ રાહ જોશે. હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર, આ વર્ષે ચોમાસું શહેરમાં વિલંબના તમામ રેકોર્ડ તોડવા જઈ રહ્યું છે, તે 27 જૂન સુધીમાં મુંબઈ પહોંચે તેવી શક્યતા છે. મુંબઈમાં ચોમાસા માટે વધુ રાહ જોવી પડશે. સ્કાયમેટે 27 જૂનથી 2-3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે અને મહિનાના અંત સુધી મુંબઈમાં અને બાદમાં એક કે બે દિવસ એટલે કે 30 જૂનથી 1-2 જુલાઈએ ચોમાસુ ગુજરાતમાં પ્રવેશ કરશે. એટલે કે જુલાઈ મહિનાના પ્રારંભમાં ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર અને વિધિવત એન્ટ્રી થશે.

બિપરજોય વાવાઝોડાના કારણે ચોમાસું મોડું પડ્યું

બિપરજોયની અસરને કારણે કેરળમાં ચોમાસાની શરૂઆત લગભગ એક અઠવાડિયું મોડી થઈ હતી. બિપરજોય હવે રાજસ્થાન પર કેન્દ્રિત થયું છે અને ડિપ્રેશનમાં બદલાઈ ગયું  છે. ચક્રવાત નબળું પડતું હોવાથી બુધવાર સુધી રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.