ગેરકાયદે અમેરિકા જવાનો મોહ રાખતા લોકો માટે ચોંકાવનારો કિસ્સો,અમદાવાદના દંપતિનું ઈરાનમાં અપહરણ

ગેરકાયદે અમેરિકા જવાનો મોહ રાખતા લોકો માટે ચોંકાવનારો કિસ્સો,અમદાવાદના દંપતિનું ઈરાનમાં અપહરણ



ગાંધીનગરઃ ગેરકાયદે અમેરીકા જવા ઈચ્છતા લોકો માટે બોધપાઠ સમાન એક દર્દનાક ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદના નરોડાના પટેલ દંપત્તિનુ અમેરીકા પહોંચતા પહેલા જ અપહરણ થઈ જાય છે. તેમજ પંકજકુમાર ભરતભાઈ પટેલ નામના આ યુવાનને ઉંધો સુવડાવી તેના પર બ્લેડના અસંખ્યા ઘા મારવામાં આવે છે. લોહી નિકળતી હાલતમાં આ યુવાન દર્દથી તડપી રહ્યો છે. રડતા રડતા પોતાના ભાઈને કહે છે કે, ભાઈ મુજે માર દેંગે…પૈસે ડાલો જલ્દી સે જલ્દી પૈસે ડાલો…મુજે માર દેંગે.

1.15 કરોડમાં ગેરકાયદે અમેરિકા જવાનો સોદો નક્કી કર્યો

પકંજ પટેલના સગા ભાઈ સંકેત પટેલે આ બનાવની જાણ કૃષ્ણનગર પોલીસને કરી છે. જેમાં પોલીસને જણાવાયુ છે કે, તેમના તભાઈ-ભાભીએ ગાંધીનગર સરગાસણ ખાતેના એક એજન્ટ સાથે રૂ.1.15 કરોડમાં ગેરકાયદે અમેરિકા જવાનો સોદો નક્કી કર્યો હતો. એજન્ટે એવુ કહ્યું હતું કે તેમના ભાઈ ભાભીને પહેલા હૈદરાબાદ લઈ જવાશે અને ત્યાંથી બીજો એજન્ટ તેમને વાયા, દુબઈ, ઈરાન થઈને અમેરિકા મોકલશે. અમેરિકા પહોંચતા પહેલતા જ તેમના ભાઈ ભાભીનુ ઈરાનમાં અપહરણ થયાની આશંકા છે. 

વીડિયોની ક્લિપિંગ અને મેસેજ પરિવારજનોને મોકલાયો

પંકજ પટેલ પર ત્રાસ ગુજારતા વીડિયોની ક્લિપિંગ અને મેસેજ પરિવારજનોને મોકલાયો છે. શરૂઆતમાં પકંજ પટેલ અને તેમના પત્ની કોઈ હોટલના સ્વીમિંગ પૂલની નજીક ઉભા છે અને અમેરિકા જઈ રહ્યા હોવાનુ જણાવે છે. બીજા વીડિયોમાં પકંજ પટેલને બાથરૂમમાં ઉંધો સુવડાવીને તેમના પીઠ પર બ્લેડ વડે ઉપરાઉપરી ઘા મારવામાં આવે છે.પંકજ પટેલ રડતા રડતા હિન્દીમાં કહે છે કે, જલ્દીથી પૈસા મોકલી આપો નહીતર આ લોકો મને મારી નાખશે. 

પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈને પ્રયાસો હાથ ધર્યા

ત્યાર બાદ અપહરણકર્તા પંકજને ચુપ કહેવાનુ કહીને પોતે હિન્દીમાં મેસેજ આપે છે કે પૈસા નહી ડાલો ગે તો ખુદા કી કસમ હમ ઈસકે ગુર્દાક નિકાલ કર બેચ દેંગે પૈસા ડાલો આગે આપકી મરજી. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને યુવાન પટેલ દંપતિને કઈ રીતે બચાવી શકાય તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે. સરકારે પણ આ સંદર્ભમાં તુરંત જ કાર્યવાહી કરે એવી પરિવારજનોની લાગણી છે.

Share: