જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ફરી ધરા ધ્રૂજી, 24 કલાકમાં 5 વખત ભૂકંપના આંચકા અનુભવાયા, જાનહાનિ નહીં

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ફરી ધરા ધ્રૂજી, 24 કલાકમાં 5 વખત ભૂકંપના આંચકા અનુભવાયા, જાનહાનિ નહીં

image : Envato 

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં છેલ્લા 24 કલાકમાં પાંચ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.5 રહી હતી. જમ્મુ અને કાશ્મીરમાં શનિવારે (17 જૂન) બપોરે 2:30 વાગ્યે પહેલો ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા 3.0 હતી. લેહમાં બીજો આંચકો અનુભવાયો હતો, જે શનિવારે રાત્રે લગભગ 9.44 વાગ્યે આવ્યો હતો અને તેની તીવ્રતા 4.5 હતી. ત્રીજો આંચકો જમ્મુ-કાશ્મીરના ડોડામાં ભારત-ચીન સરહદ પાસે રાત્રે 9.55 વાગ્યે આવ્યો, આ ભૂકંપની તીવ્રતા 4.4 હતી.

કોઈ જાનહાનિના અહેવાલ મળ્યાં નથી 

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ઉત્તરપૂર્વ લેહમાં ચોથો ભૂકંપ રવિવારે સવારે 2.16 વાગ્યે અનુભવાયો હતો, જેની તીવ્રતા 4.1 હતી. જો કે ભૂકંપ બાદ કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. આ પછી, રવિવારે સવારે 3.50 વાગ્યે જમ્મુ-કાશ્મીરના કટરામાં પાંચમો અને છેલ્લો આંચકો અનુભવાયો, જેની તીવ્રતા ફરી 4.1 હતી.

છેલ્લા 5 દિવસમાં આટલા ભૂકંપ આવ્યા

ભારતીય હવામાન વિભાગના એક અધિકારીના જણાવ્યા અનુસાર, બપોરે 2 વાગ્યે આવેલા ભૂકંપનું કેન્દ્ર જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે સાથેના પહાડી રામબન જિલ્લામાં હતું. ભૂકંપની ઊંડાઈ સપાટીથી પાંચ કિલોમીટર નીચે 33.31 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 75.19 ડિગ્રી પૂર્વ રેખાંશ પર હતી.

Share: