જાતીય શોષણના કેસમાં બ્રિજભૂષણને દિલ્હી પોલીસે આપી ક્લિનચીટ, દેખાવકાર કુશ્તીબાજોને મોટો આંચકો

જાતીય શોષણના કેસમાં બ્રિજભૂષણને દિલ્હી પોલીસે આપી ક્લિનચીટ, દેખાવકાર કુશ્તીબાજોને મોટો આંચકો
Image : Twitter

દિલ્હી પોલીસે સગીર કુસ્તીબાજના યૌન ઉત્પીડનના કેસમાં બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહને ક્લીનચીટ આપી દીધી છે. દિલ્હી પોલીસે આજે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ 7 કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપો પર બે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. 6 પુખ્ત મહિલા કુસ્તીબાજોની ફરિયાદ પર નોંધાયેલા કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જ્યારે બીજી ચાર્જશીટ સગીરની ફરિયાદ પર નોંધાયેલા કેસમાં પટિયાલા કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. સગીર દ્વારા લગાવવામાં આવેલા આરોપોમાં દિલ્હી પોલીસે બ્રિજભૂષણને ક્લીનચીટ આપી દીધી છે.

બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ 21 એપ્રિલે દિલ્હી પોલીસમાં ફરિયાદ થઈ હતી

બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ 7 મહિલા રેસલર્સે  21 એપ્રિલે દિલ્હી પોલીસમાં યૌન ઉત્પીડનની ફરિયાદ કરી હતી. આ મામલામાં દિલ્હી પોલીસે 28 એપ્રિલે બ્રિજભૂષણ વિરુદ્ધ બે કેસ નોંધ્યા હતા. પહેલો કેસ 6 પુખ્ત મહિલા કુસ્તીબાજોની ફરિયાદ પર હતો. જ્યારે સગીરની ફરિયાદ પર પોક્સો એક્ટ હેઠળ 1 કેસ નોંધવામાં આવ્યો હતો.

સગીરાએ અગાઉ કયા આક્ષેપો કર્યા હતા અને પછી શું કહ્યું?

બ્રિજભૂષણ સામે યૌન ઉત્પીડનનો કેસ દાખલ કરનાર સગીર મહિલા રેસલરે પોતાનું નિવેદન બદલી નાખ્યું હતું. અગાઉ પોતાના નિવેદનમાં જ્યાં સગીર મહિલા કુસ્તીબાજએ બ્રિજભૂષણ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો, હવે તેણે પોતાનું નિવેદન બદલીને કુસ્તી સંઘના પૂર્વ પ્રમુખ પર ભેદભાવનો આરોપ લગાવ્યો છે. મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલા પોતાના પહેલા નિવેદનમાં સગીરાએ યૌન શોષણની વાત કરી હતી. બીજા નિવેદનમાં સગીરે જાતીય શોષણના આરોપને પાછો ખેંચી અને કહ્યું કે મારી પસંદગી કરવામાં આવી ન હતી, મેં ખૂબ મહેનત કરી હતી, હું ડિપ્રેશનમાં હતી, તેથી ગુસ્સામાં મેં જાતીય શોષણનો કેસ નોંધાવ્યો હતો.

Share: