×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

WTC Final Day 5 Live : કોહલી બાદ જાડેજા પણ આઉટ, સ્કોટ બ્લોન્ડે 0 રને કર્યો આઉટ


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ હવે પાંચમા દિવસે રોમાંચક બની ગઈ છે. ઓવલ ખાતે ચાલી રહેલી આ ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ બંને ઈનિંગ્સના આધારે ભારતને 444 રનનો ટાર્ગેટ આપ્યો છે. ચોથા દિવસની રમતના અંત સુધીમાં ભારતે 3 વિકેટે 164 રન બનાવી લીધા છે. હવે ભારતીય ટીમને જીતવા માટે આજે 90 ઓવરમાં 280 રનની જરૂર છે જ્યારે ઓસ્ટ્રેલિયાને ફાઈનલ મેચ જીતવા માટે 7 વિકેટની જરૂર છે. ભારતે ટોસ જીતીને બોલીગ કરવાનો નિર્ણય કર્યો હતો.

INDvsAUS WTC Final Day 2 Live Update :

• 46.3 ઓવર - ભારતની ચોથી વિકેટ પડી, વિરાટ કોહલી 49 રને આઉટ, સ્કોટ બ્લોન્ડની ઓવરમાં સ્ટિવ સ્મિથે પકડ્યો કેચ

• ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ દિવસની રમત શરૂ - કોહલી રહાણે આવ્યા મેદાનમાં

મેચમા અત્યાર સુધી શું થયું?

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરનાર મોહમ્મદ સિરાજે ચોથી ઓવરમાં ઓસ્ટ્રેલિયન ટીમને પહેલો ઝટકો આપ્યો હતો. તેણે ઉસ્માન ખ્વાજાને વિકેટકીપર કેએસ ભરતના હાથે કેચ કરાવ્યો. ખ્વાજા ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. બેના સ્કોર પર પ્રથમ વિકેટ પડી ગયા બાદ ડેવિડ વોર્નરે માર્નસ લાબુશેન સાથે બીજી વિકેટ માટે 69 રનની ભાગીદારી કરી હતી. વોર્નર લંચ પહેલા શાર્દુલ ઠાકુરના હાથે વિકેટકીપર ભરતના હાથે કેચ આઉટ થયો હતો. તે 60 બોલમાં આઠ ચોગ્ગાની મદદથી 43 રન બનાવીને આઉટ થયો હતો. લંચ સુધીમાં ઓસ્ટ્રેલિયાએ બે વિકેટ ગુમાવીને 73 રન બનાવ્યા હતા.

WTC Final Day 4 : ચોથા દિવસના અંતે ભારતના 4 વિકેટે 164 રન, વધુ વિગતો જાણવા અહીં ક્લિક કરો

મોહમ્મદ શમીએ લંચ બાદ વિકેટ ઝડપી હતી

મોહમ્મદ શમીએ લંચ બાદ જ  માર્નસ લાબુશેનને ક્લીન બોલ્ડ કર્યો હતો. તે 62 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 26 રન બનાવીને આઉટ થયો હતો. લબુશેનની વિકેટ 24.1 ઓવરમાં પડી હતી. આ પછી ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથે જબરદસ્ત બેટિંગ કરી હતી અને સમગ્ર દિવસ દરમિયાન એકપણ વિકેટ પડવા દીધી ન હતી અને પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર ત્રણ વિકેટે 327 રન હતો. બીજા દિવસે ભારતીય બોલરોએ શાનદાર વાપસી કરી હતી અને ઓસ્ટ્રેલિયાની ટીમ વધુ 142 રન ઉમેરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગમાં 469 રન બનાવ્યા હતા. ટ્રેવિસ હેડ 163 રને આઉટ થયો હતો. આ સાથે જ સ્ટીવ સ્મિથે પોતાની ટેસ્ટ કારકિર્દીની 31મી સદી ફટકારી હતી. તે 121 રન બનાવીને આઉટ થયો હતો. કેમેરોન ગ્રીન છ રન, એલેક્સ કેરી 48 રન, મિચેલ સ્ટાર્ક પાંચ રન, પેટ કમિન્સ નવ રન અને લિયોન નવ રન બનાવીને આઉટ થયા હતા. ભારત તરફથી સિરાજે ચાર વિકેટ ઝડપી હતી. શમી અને શાર્દુલને બે-બે વિકેટ મળી હતી. જાડેજાએ એક વિકેટ લીધી હતી.

ભારતનો ટોપ ઓર્ડર ફેલ થયો હતો

ઓસ્ટ્રેલિયાના 469 રનના જવાબમાં ભારતનો ટોપ ઓર્ડર સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હતો. કેપ્ટન રોહિત શર્મા 15 રન, શુભમન ગિલ 13 રન, ચેતેશ્વર પુજારા 14 રન, વિરાટ કોહલી 14 રન બનાવીને આઉટ થયા હતા. ભારતે 71 રન સુધી ચાર વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી રવિન્દ્ર જાડેજા અને રહાણેએ પાંચમી વિકેટ માટે 71 રનની ભાગીદારી નોંધાવી હતી. જાડેજા સ્લિપમાં ઓફ સ્પિનર ​​નાથન લિયોનના હાથે કેચ આઉટ થયો હતો. તે 48 રન બનાવી શક્યો હતો. બીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતે તેની પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ ગુમાવીને 151 રન બનાવ્યા હતા.

અજિંક્ય રહાણે અને શાર્દુલે સદીની ભાગીદારી કરી

ત્રીજા દિવસની શરૂઆતમાં શ્રીકર ભરત પાંચ રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ અજિંક્ય રહાણે અને શાર્દુલે સદીની ભાગીદારી કરીને ભારતને ફોલોઓનથી બચાવ્યું હતું. રહાણે 89 અને શાર્દુલ 51 રન બનાવીને આઉટ થયા હતા. આ પછી ભારતના પૂંછડિયા બેટ્સમેનો કંઈ ખાસ કરી શક્યા ન હતા અને ભારતની પ્રથમ ઈનિંગ 296 રનમાં સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઈનિંગમાં 173 રનની લીડ મળી હતી. કેપ્ટન કમિન્સે ત્રણ વિકેટ ઝડપી હતી. સ્કોટ બોલેન્ડ, મિશેલ સ્ટાર્ક અને કેમેરોન ગ્રીનને બે-બે વિકેટ મળી હતી. નાથન લિયોને એક વિકેટ લીધી હતી.

WTC Final Day 3 : ત્રીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ 296 રનની લીડ મેળવી વધુ વિગતો જાણવા અહીં ક્લિક કરો

સ્મિથ અને લેબુશેને ત્રીજી વિકેટ માટે 62 રનની ભાગીદારી નોંધાવી

ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગમાં શરૂઆત કંઈ ખાસ રહી ન હતી. ડેવિડ વોર્નર એક રન બનાવીને સિરાજનો શિકાર બન્યો હતો. આ પછી ખ્વાજા પણ 13 રન બનાવીને ઉમેશના હાથે આઉટ થયો હતો. આ પછી સ્મિથ અને લાબુશેને ત્રીજી વિકેટ માટે 62 રનની ભાગીદારી નોંધાવી હતી, પરંતુ જાડેજાએ સ્મિથને આઉટ કરીને આ ભાગીદારીને તોડી નાખી હતી. આ પછી તેણે ટ્રેવિસ હેડને પણ આઉટ કર્યો હતો. લાબુશેન 41 અને ગ્રીન 25 રન બનાવીને આઉટ થયા હતા. આ પછી એલેક્સ કેરી 66 રન બનાવીને અણનમ રહ્યો હતો. સ્ટાર્કે 41 અને કમિન્સે પાંચ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ આઠ વિકેટે 270 રન બનાવીને પોતાનો દાવ ડિકલેર કર્યો હતો અને ભારત સામે 444 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

WTC Final Day 2 : બીજા દિવસની રમતના અંતે ભારતનો સ્કોર 151/5, વધુ વિગતો જાણવા અહીં ક્લિક કરો

મેચની ચોથી ઇનિંગમાં ભારતીય ટીમે શાનદાર શરૂઆત કરી

મેચની ચોથી ઇનિંગમાં વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે શાનદાર શરૂઆત કરી હતી. રોહિત અને ગિલે 41 રનની ભાગીદારી નોંધાવી હતી, પરંતુ ગિલ 18 રનના વ્યક્તિગત સ્કોર પર વિવાદાસ્પદ રીતે આઉટ થયો હતો. આ પછી રોહિત પણ 43 રનના અંગત સ્કોર પર નાથન લિયોનનો શિકાર બન્યો હતો. આ સાથે જ ચેતેશ્વર પુજારા 27 રન બનાવી કમિન્સનો શિકાર બન્યો હતો. આ પછી વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેએ શાનદાર ભાગીદારી કરી અને ભારતીય ટીમ મેચમાં છવાયેલી રહી. ચોથા દિવસની રમતના અંત સુધીમાં ભારતનો સ્કોર ત્રણ વિકેટે 164 રન હતો. વિરાટ કોહલી 44 અને રહાણે 20 રને રમી રહ્યા છે. ભારતને જીતવા માટે 280 રનની જરૂર છે. જ્યારે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ભારતને ઓલઆઉટ કરવું પડશે.

WTC Final Day 1 : પ્રથમ દિવસની રમતના અંતે ઓસી.નો સ્કોર 327/3, વધુ વિગતો જાણવા અહીં ક્લિક કરો

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 

ભારતીય ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, શ્રીકર ભરત (વિકેટ કીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ. 

ઓસ્ટ્રેલિયાની ટીમ : ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લેબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી (વિકેટ કીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ.