×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં ષડયંત્રની આશંકા, 270 પૂર્વ નૌકરશાહો, જજો અને પૂર્વ અધિકારીઓનો PMને પત્ર

image : Twitter


ઓડિશામાં 3 જૂને થયેલી ટ્રેન દુર્ઘટનાને લઈને દેશભરના 270 પૂર્વ નૌકરશાહો, ન્યાયાધીશો અને પૂર્વ સૈન્ય અધિકારીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ દુર્ઘટનામાં ષડયંત્ર થયાની આશંકા વ્યક્ત કરી છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે 90 અને 2000ના દાયકાની શરૂઆતના વર્ષોમાં પણ રેલવે ટ્રેક પર દેશવિરોધી તાકાતોની છેડછાડને કારણે અકસ્માતો થયા હતા.

રેલવે ટ્રેકની નજીક ગેરકાયદે અતિક્રમણનો મુદ્દો ઊઠાવ્યો 

પત્રમાં આ તમામ લોકોએ રેલ્વે ટ્રેક પાસેના ગેરકાયદેસર અતિક્રમણ સહિત આ અતિક્રમણ કરનારા લોકોને હટાવવાની માગ કરી હતી. પૂર્વ ડીજીપી વિક્રમ સિંહ અને પૂર્વ ડીજીપી એસપી વેદ્યાએ પીએમ મોદીને લખેલા પત્રમાં સબોટેજથી લઈને દરેક પાસાઓની તપાસ કરવાની સલાહ આપી છે.

ઇરાદાપૂર્વક કરાયેલી તોડફોડને લીધે દુર્ઘટના સર્જાઈ હોવાની આશંકા 

વડાપ્રધાન મોદીને પત્ર લખનારા મોટાભાગના IAS/IPS અધિકારીઓએ આવી ઘટનાઓને રોકવા માટે દળોની યોગ્ય તૈનાતીની હિમાયત કરી છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે સીબીઆઈ તપાસમાં બધુ સ્પષ્ટ થઈ જશે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે દુર્ઘટનાનું કારણ જાણીજોઈને તોડફોડ અને આતંક પણ હોઈ શકે છે.