×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શિક્ષણ મંત્રાલયનો મોટો નિર્ણય : NCERTએ ધોરણ-12નાં પુસ્તકમાંથી હટાવ્યું આ પ્રકરણ

નવી દિલ્હી, તા.30 મે-2023, મંગળવાર

ધોરણ-12નાં પાઠ્યપુસ્તકમાં આવતું પ્રકરણ ‘અલગ શીખ રાષ્ટ્ર ખાલિસ્તાનની માંગ’ અંગે શિક્ષણ મંત્રાલયે મહત્વનો નિર્ણય કર્યો છે. રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (NCERT) દ્વારા ધોરણ-12નાં પુસ્તકમાં આવતા આ પ્રકરણને હટાવવાનો નિર્ણય કર્યો છે. શિક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, SGPC દ્વારા ધોરણ-12નાં પુસ્તકમાં આવતું પ્રકરણ ‘અલગ શીખ રાષ્ટ્ર ખાલિસ્તાનની માંગ’ને ખોટી રીતે રજુ કરાતો હોવાનો દાવો કરાયો, ત્યારબાદ પુસ્તકમાંથી આ પ્રકરણને હટાવવામાં આવ્યું છે. 

SGPCએ આક્ષેપ કર્યા બાદ પાઠ્યપુસ્તકમાંથી વાંક્ય હટાવાયું

SGPCએ ગત મહિને આક્ષેપ કર્યો હતો કે, NCERTએ ધોરણ-12ના રાજકીય વિજ્ઞાનના પાઠ્યપુસ્તક શિખો અંગે ઐતિહાસિક જાણકારી ખોટી રીતે રજુ કરી છે. SGPCનો વાંધો ‘પોલિટિક્સ ઈન ઈન્ડિયા સિન ઈન્ડિપેન્ડન્સ’ પુસ્તકમાં આનંદપુર સાહિબ પ્રસ્તાવના ઉલ્લેખ સાથે સંબંધિત છે. જે વાક્યોને હટાવાયા છે, તેમાંથી એકમાં લખ્યું છે કે, ‘પ્રસ્તાવ, સંઘવાદને મજબૂત કરવા માટે એક દલીલ હતી, પરંતુ તેની વ્યાખ્યા એક અલગ શીખ રાષ્ટ્ર માટેની અરજી તરીકે પણ કરી શકાય છે.’ પુસ્તકમાં ‘ઘણા ઉગ્રવાદી તત્વોએ ભારતથી અલગ અને ‘ખાલિસ્તાન’ બનાવવાની હિમાયત શરૂ કરી દીધી’નું વાક્ય પણ લખાયું છે, તેને પણ હટાવી દેવામાં આવ્યું છે.

SGPCએ વાંધો ઉઠાવતા પ્રકરણ હટાવાયું

નિવેદનો એવી રીતે ફરીથી લખવામાં આવ્યું છે કે, ‘પ્રસ્તાવ, સંઘવાદ કો મજબૂત કરને કી દલીલ થી.’ શિક્ષણ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, શ્રીઆનંદપુર સાહિબ પ્રસ્તાવને ખોતી રીતે રજુ કરી શીખ સમુદાય વિરુદ્ધ વાંધાજનક સામગ્રી પરત ખેંચવા અંગે SGPC તરફથી આવેદન પ્રાપ્ત થયું હતું. આ મામલાની તપાસ માટે NCERT દ્વારા નિષ્ણાંતોની એક સમિતિની રચના કરવામાં આવી હતી અને તેમની ભલામણના આધારે નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, NCERT સુધારાત્મક પત્ર જારી કર્યો છે. નવા શૈક્ષણિક સત્ર માટે પુસ્તકો છપાઈ ગયા છે, જ્યારે ડિજિટલ પુસ્તકોમાં ફેરફાર જોવા મળશે.