સત્તા હસ્તાંતરણના પ્રતીક 'સેંગોલ' સામે દેશના વડાપ્રધાન મોદીએ કર્યા સાષ્ટાંગ દંડવત

સત્તા હસ્તાંતરણના પ્રતીક 'સેંગોલ' સામે દેશના વડાપ્રધાન મોદીએ કર્યા સાષ્ટાંગ દંડવત

આજે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. વૈદિક વિધિ વિધાનની સાથે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન  શરૂ થયું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂજા અને હવન કર્યા પછી સેંગોલની પણ પૂજા કરી હતી. પીએમ મોદીએ રાજદંડ સેંગોલને પણ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા હતા. આ સિવાય તેમણે ત્યાં હાજર સાધુઓના પણ આર્શીવાદ લીધા, તે પછી વડાપ્રધાન મોદીએ લોકસભામાં સ્પીકરની ખુરશીની પાસે સેંગોલને સ્થાપિત કર્યું હતુ.

સમગ્ર વાતાવરણ વૈદિક મંત્રોચ્ચારણથી ગૂંજી ઉઠ્યું

હવન અને પૂજા સાથે  ઉદ્ધાટન સમારંભની શરૂઆત થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પૂજા પણ કરી હતી. સમગ્ર વાતાવરણ વૈદિક મંત્રોચ્ચારણથી ગૂંજી ઉઠ્યું હતું. વડાપ્રધાન મોદી આજે ધોતી-કુર્તામાં જોવા મળ્યા હતા. 

શનિવારે અધિનમ મહંતો સાથે બેઠક

આ પહેલા શનિવારે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહ પહેલા અધિનમ મહંત શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. પીએમ મોદીએ તેમને મળ્યા અને તેમના આશીર્વાદ લીધા. આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે, ‘આજે તમારા પગ મારા આવાસ પર પડ્યા છે, આ મારા માટે સૌભાગ્યની વાત છે. મને એ વાતનો પણ ખૂબ આનંદ છે કે આવતીકાલે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમયે તમે બધા ત્યાં આવીને આશીર્વાદ આપવાના છો.

Share: