×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

છેલ્લા બે વર્ષમાં રાજ્યસભાના સાંસદોના પગાર, ભથ્થાં અને સુવિધાઓ પાછળ ખર્ચ વધ્યો પણ કામકાજ ઘટ્યું


RTI હેઠળ છેલ્લા બે વર્ષમાં રાજ્યસભાના સભ્યો પર થયેલા ખર્ચનો આંકડો સામે આવ્યો છે. આ આંકડા મુજબ, છેલ્લા બે વર્ષમાં, સરકારે રાજ્યસભાના સભ્યોના પગાર, ભથ્થા અને અન્ય સુવિધાઓ પર લગભગ 200 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. કોરોના મહામારી વચ્ચે 2021-22માં રાજ્યસભાના સભ્યો પર સરકારી તિજોરીમાંથી 97 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરવામાં આવ્યો હતો. 

રાજ્યસભાના સભ્યો પર આ રીતે ખર્ચ થયો 

આ રકમમાં તેની ડોમેસ્ટિક ટ્રાવેલના રૂ. 28.5 કરોડ અને ઇન્ટરનેશનલ ટ્રાવેલ પર રૂ. 1.28 કરોડનો સમાવેશ થાય છે. જેમાં પગારના રૂ. 57 કરોડ, મેડિકલ બિલના રૂ. 17 લાખ અને ઓફિસ ખર્ચના રૂ. 7.5 કરોડનો સમાવેશ થાય છે. જ્યારે સભ્યોને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સપોર્ટ આપવા માટે રૂ. 1.2 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

 2021-23માં કુલ 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો

મધ્યપ્રદેશના ચંદ્ર શેખર ગૌર દ્વારા RTI કાયદા હેઠળ પૂછવામાં આવેલા પ્રશ્નના રાજ્યસભા સચિવાલય દ્વારા આપવામાં આવેલા જવાબમાં આ વાત સામે આવી છે. આપેલા જવાબમાં જણાવાયું છે કે 2021-23માં કુલ 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જેમાં 33 કરોડ રૂપિયા સ્થાનિક અને વિદેશી પ્રવાસ ખર્ચનો સમાવેશ થાય છે.

રાજ્યસભાના સભ્યની કામગીરી 

વર્ષ 2021ના રેકોર્ડ મુજબ શિયાળુ સત્રમાં રાજ્યસભામાં 43 ટકા, ચોમાસુ સત્રમાં 29 ટકા અને બજેટ સત્રમાં 90 ટકા કામ થયું હતું. આગલા વર્ષે શિયાળુ સત્ર દરમિયાન 94 ટકા, ચોમાસુ સત્ર દરમિયાન 42 ટકા અને બજેટ સત્ર દરમિયાન 90 ટકા કામ કરેલું જોવા મળે છે. આ વર્ષે અત્યાર સુધીમાં બજેટ સત્ર દરમિયાન કામકાજ 24 ટકાના નીચા સ્તરે પહોંચ્યું છે.