2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાનો કેન્દ્રનો નિર્ણય, 30 સપ્ટેમ્બર સુધી બદલી શકાશે

2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાનો કેન્દ્રનો નિર્ણય, 30 સપ્ટેમ્બર સુધી બદલી શકાશે

 

RBIએ 2000 રૂપિયાની નોટ પર એક મોટો નિર્ણય લીધો છે. RBI એ 2000 રૂપિયાની નોટ ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી છે. પરંતુ મોટી વાત એ છે કે નોટની માન્યતા ખતમ થવા જઈ રહી નથી. RBIએ કહ્યું છે કે, હવે 2000 રૂપિયાની નવી નોટ છાપવામાં આવશે નહીં. જારી નિવેદનમાં RBIએ કહ્યું છે કે, 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર રહેશે, માત્ર તેને ચલણમાંથી બહાર કાઢવામાં આવી રહી છે. RBIએ કહ્યું છે કે, આ નોટો 30 સપ્ટેમ્બર સુધી કાયદેસર રીતે માન્ય રહેશે.

Share: