ઈમરાન ખાનના ઘરમાં 30-40 આતંકવાદીઓ લીધો આશરો… સરકારે કહ્યું ‘24 કલાકમાં સોંપી દો નહીં તો…’

ઈમરાન ખાનના ઘરમાં 30-40 આતંકવાદીઓ લીધો આશરો… સરકારે કહ્યું ‘24 કલાકમાં સોંપી દો નહીં તો…’

ઈસ્લામાબાદ, તા.17 મે-2023, બુધવાર

પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાનના ઘરમાં આતંકવાદીઓ છુપાયા હોવાની સૂચના મળ્યા બાદ મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. પંજાબ સરકારે દાવો કર્યો છે કે, તેમની પાસે ઘણા લોકોનો ગુપ્તચર અહેવાલ છે. જમાન પાર્કમાં આવેલા ઈમરાન ખાનના મકાનમાં છુપાયેલા તે આતંકવાદીઓએ કોર કમાન્ડર લાહોર હાઉસ પર હુમલો કર્યો હતો. પીટીઆઈએ તે આતંકવાદીઓને સોંપવા માટે 24 કલાકનો સમય આપ્યો છે, નહીં તો કાર્યવાહી કરવામાં આવશે.

ઈમરાનના મકાનમાં હાજર આતંકવાદીઓ જિન્નાહ હાઉસ હુમલામાં સામેલ હોવાનો દાવો

પાકિસ્તાની મીડિયાના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મંત્રી આમિર મીરે દાવો કર્યો છે કે, આર્મી (પાકિસ્તાની આર્મી)ની સંપત્તિ પર હુમલો કરનારાઓએ ઈમરાન ખાનના ઘરમાં આશરો લીધો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, આ તમામ આતંકવાદીઓ જિન્નાહ હાઉસ હુમલામાં સામેલ હતા. તપાસ એજન્સી પાસે હુમલાખોરો ઈમરાન ખાનના ઘરમાં છુપાયા હોવાના પાકા પુરાવા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં કહેવાયું છે કે, લાહોરના જમાન પાર્કમાં આવેલા ઈમરાન ખાનના મકાનમાં 30-40 આતંકવાદીઓ હાજર છે.

પંજાબના CMએ મોટા ઓપરેશન માટે પોલીસને આપી મંજૂરી

ઉપરાંત પંજાબના કાર્યવાહક મુખ્યમંત્રીએ જમાન પાર્કમાં મોટું ઓપરેશન પાર પાડવા પોલીસને મંજૂરી આપી દીધી છે. જિયો ન્યૂઝના અહેવાલો અનુસાર સરકારે નિર્ણય કર્યો છે કે, લશ્કરી સંપત્તિ પર હુમલો કરનારાઓ પર લશ્કરી અદાલતોમાં કેસ ચલાવાશે. ઉલ્લેખનિય છે કે, રાષ્ટ્રીય જવાબદારી બ્યુરોના આદેશ પર 9મી મેએ ઈસ્લામાબાદમાં ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તેમના સમર્થકો અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા હતા. જિયો ન્યૂઝના રિપોર્ટ મુજબ પીટીઆઈ નેતાના નજીકના સહયોગીઓ અને રાજકીય સહયોગીઓ સહિત અને લોકોની ધરપકડ કરાઈ છે.

Share: