ભાજપના રાજ્યસભા સાંસદ રામ મોકરીયાનું નિવેદન, ગુજરાત અને દેશમાં બેરોજગારી જેવું કંઈ નથી

ભાજપના રાજ્યસભા સાંસદ રામ મોકરીયાનું નિવેદન, ગુજરાત અને દેશમાં બેરોજગારી જેવું કંઈ નથી



રાજકોટઃ  હેમુગઢવી હોલ ખાતે PM મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં રોજગાર મેળો યોજાયો હતો. આ રોજગાર મેળામાં કુલ 203 લોકોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં 174 પોસ્ટ વિભાગના અને બાકીના 29 એઇમ્સ સહિતના અન્ય વિભાગમાં નિમણૂક આપવામાં આવી હતી. લોકસભાના સાંસદ કુંડારિયા અને રેલમંત્રી દર્શનાબેન જરદોસે પણ રોજગાર મેળા બદલ કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો હતો. 

PM મોદીનાં કહેવાથી બે દેશો યુદ્ધ વિરામ જાહેર કરે છે
રાજ્યસભાનાં સાંસદ રામ મોકરિયાએ કહ્યું હતું કે, દેશ અને રાજ્યમાં બેરોજગારી નથી, ઘરે કામવાળી, ઓફિસમાં પટ્ટાવાળા કામ માટે મળતા નથી. હાલ તમામ જગ્યાએ રોજગાર ઉપલબ્ધ છે. વડાપ્રધાન મોદીનાં કહેવાથી બે દેશો યુદ્ધ વિરામ જાહેર કરે છે. અને દેશના યુવાનોને સહીસલામત તેમના ઘર સુધી સરકાર દ્વારા પહોંચાડવામાં આવે છે. વડાપ્રધાન દ્વારા આટલું સરસ રીતે કામ કરવામાં આવતું હોય ત્યારે લોકોએ સ્વચ્છતા પાણી બચાવો, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જેવા સહકાર આપવા જોઈએ. જેથી દેશ વધુમાં વધુ પ્રગતિ કરી શકે.

Share: