સિદ્ધારમૈયા કે ડીકે શિવકુમાર, કર્ણાટકના મુખ્યમંત્રી કોણ? મંથન માટે આજે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક

સિદ્ધારમૈયા કે ડીકે શિવકુમાર, કર્ણાટકના મુખ્યમંત્રી કોણ? મંથન માટે આજે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી છે. પાર્ટીએ રાજ્યમાં 224 વિધાનસભા બેઠકો સાથે 135 બેઠકો પર જીત મેળવી છે. હવે કર્ણાટકના નવા સીએમને લઈને કોંગ્રેસ પાર્ટીમાં મંથન શરૂ થઈ ગયું છે. કર્ણાટકના સીએમ પદની રેસમાં હાલમાં સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર આગળ ચાલી રહ્યા છે. ડીકે શિવકુમાર કર્ણાટકના પ્રદેશ અધ્યક્ષ છે, જ્યારે પૂર્વ સીએમ સિદ્ધારમૈયાને કર્ણાટકના મોટા નેતા માનવામાં આવે છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ માટે બેમાંથી કોઈ એકની પસંદગી કરવી મુશ્કેલ સાબિત થઈ શકે છે.

આજે કોંગ્રેસ વિધાનસભ્ય દળની બેઠક યોજાશે 

કર્ણાટકના નવા મુખ્યમંત્રીનું નામ નક્કી કરવા માટે કોંગ્રેસે આજે સાંજે ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યું કે, આજે સાંજે 6.30 કલાકે બેંગલુરુની હોટેલ શાંગરી-લામાં કોંગ્રેસ વિધાનસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાંથી જે પણ પરિણામ આવશે તે અંગે હાઈકમાન્ડ સાથે ચર્ચા કરવામાં આવશે. આ પ્રક્રિયા બાદ જ મુખ્યમંત્રીના નામ પર અંતિમ નિર્ણય લેવામાં આવશે.

Share: