અફઘાનિસ્તાનમાં સવારે આવ્યા 4.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા, લોકો ડરના માર્યા ઘરની બહાર દોડ્યા

અફઘાનિસ્તાનમાં સવારે આવ્યા 4.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા, લોકો ડરના માર્યા ઘરની બહાર દોડ્યા

image : Envato 

રવિવારે સવારે અફઘાનિસ્તાનમાં ભૂકંપના ભારે આંચકા અનુભવાયા હતા. રિએક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 નોંધાઈ હતી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના અહેવાલ અનુસાર સવારે 8:14 વાગ્યે આવેલા ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના કાબુલથી 151 કિ.મી. દક્ષિણ-દક્ષિણપૂર્વમાં હતું. ભૂકંપની ઊંડાઈ 60 કિ.મી. હતી. જોકે હજુ કોઈ જાનહાનિના અહેવાલ આવ્યા નથી. તેમ છતાં લોકો ફફડી ઊઠ્યા હતા અને ઘરોથી બહાર દોડી આવ્યા હતા. 

Share: