×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સુપ્રીમકોર્ટમાં હવે કેસ દાખલ કરવાની સુવિધા 24 કલાક ઉપલબ્ધ, CJIએ શરૂ કરી ઈ-ફાઈલિંગ 2.0 સેવા

image : Twitter


આધુનિક અને પ્રજા સુધી સરળ રીતે પહોંચવાના પ્રયાસો વચ્ચે સુપ્રીમકોર્ટમાં હવે 24 કલાક કેસ દાખલ કરી શકાશે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી.વાય.ચંદ્રચૂડે સુપ્રીમકોર્ટમાં ઈ-ફાઈલિંગ 2.0 સેવાની શરૂઆત કરી હતી. આ અવસરે તેમણે દેશભરમાં ઈ-કોર્ટ અને કેસની ઈ-ફાઈલિંગની જોરદાર તરફેણ કરી હતી. 

24 કલાક આ સુવિધા ઉપલબ્ધ રહેશે 

સીજેઆઈએ વકીલોને કહ્યું કે હવે ઈલેક્ટ્રોનિક રીતે કેસ દાખલ કરવાની સુવિધા 24 કલાક ઉપલબ્ધ રહેશે. તેમણે ટોચની કોર્ટના પરિસરમાં ઈ-સેવા કેન્દ્રનું પણ ઉદઘાટન કર્યું. જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે અમે શુક્રવારે સવારે ઈ-ફાઈલિંગ 2.0 સેવાની શરૂઆત કરી છે. આ સુવિધાઓ તમામ વકીલો માટે 24 કલાક ઉપલબ્ધ રહેશે. 

સીજેઆઇએ તમામ વકીલોને કર્યો આગ્રહ 

સીજેઆઈએ કહ્યું કે જે વકીલો પાસે આ સુવિધા નથી અને જે ટેક્નોલોજીથી વાકેફ નથી તેમની મદદ માટે બે સુવિધા કેન્દ્રો શરૂ કરાયા છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ કોર્ટની કાર્યવાહીની શરૂઆતમાં કહ્યું હતું કે  તમામ વકીલોથી ઈ-ફાઈલિંગ 2.0નો ઉપયોગ કરવાનો આગ્રહ કરું છું. આ અવસરે કોર્ટમાં હાજર ભારત સરકારના સોલિસીટર જનરલ તુષાર મહેતા અને અન્ય વકીલોએ ટોચની કોર્ટના આ પગલાની પ્રશંસા કરી હતી. ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટના પરિસરમાં શરૂ કરાયેલા ઈ-સેવા કેન્દ્રથી કોઈપણ વ્યક્તિ ન ફક્ત ઈ-ફાઈલિંગ સોફ્ટવેરના માધ્યમથી કેસ નોંધાવી શકશે પણ દેશભરમાં કોઈપણ કોર્ટ કે ન્યાયાધિકરણમાં લંબિત કેસની સ્થિતિ પણ જાણી શકશે.