×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઇમરાનખાનના સમર્થકોએ મોર ચોર્યા અને ૨૦ બકરીઓ સળગાવી , લૂંટફાટનો સિલસિલો જારી



નવી દિલ્હી,૧૧ મે ૨૦૨૩,ગુરુવાર 

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાનખાનની જુદા જુદા આરોપસર ધરપકડ કરવામાં આવતા સમગ્ર દેશમાં તોફાનો ફાટી નિકળ્યા હતા. પરીસ્થિતિ ગંભીર બનતા પંજાબ, ખૈબર પખ્તતૂનખ્વા અને ઇસ્લામાબાદમાં આર્મી ઉતારવી પડી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે ઇમરાનખાનની ધરપકડને ગેરકાયદેસર ગણીને સિસ્ટમની ઝાટકણી કાઢી છે

આથી સમગ્ર ઘટનામાં નાટયાત્મક વળાંક આવે તેવી શકયતા છે. એક વાત ચોકકસ છે કે ઇમરાનખાનની અપમાનજનક રીતે ધરપકડ થવાથી પાકિસ્તાનમાં સહાનુભૂતિ ઉભી થઇ છે. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે ઇમરાનખાન વડાપ્રધાન હતા ત્યારે પણ જેટલી લોકપ્રિયતા મેળવી ન હતી તે હવે મળી રહી છે. લાખો સમર્થકોનું દેશના ખૂણે ખૂણેથી રોડ પર ઉતરી આવતા હતા. ઇમરાનખાનની  પાર્ટી પાકિસ્તાન તહરિક ઇન્સાફ (પીટીઆઇ)ના કાર્યકરોએ હિંસા ફેલાવી છે. 


પેશાવરમાં રેડિયો પાકિસ્તાનની ઇમારતને સળગાવી દીધી.રાવલપિંડીમાં આર્મી હેડ કવાટરનો ગેટ તોડીને ઘૂસી ગયા હતા. સાર્વજનિક અને ખાનગી સંપતિને અબજો રુપિયાનું નુકસાન પહોંચાડયું છે. આર્થિક કટોકટી સામે ઝઝુમી રહેલા પાકિસ્તાન માટે  આ નુકસાન ખાતર ઉપર દિવેલ સમાન છે. આર્થિક ગરીબીનો રોષ પ્રગટ થતા અનેક સ્થળોએ દુકાનોમાં લૂંટફાટ થઇ હોવાની ઘટનાઓ બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર પેશાવરમાં પોલીસના જણાવ્યા અનુસાર ૨૦ જેટલી બકરીઓને જીવતી સળગાવી દેવામાં આવી હતી.

પેશાવરના ચારગાનો ચોક નજીક કેટલીક બકરીઓ પ્રદર્શનકારીઓ ઉપાડીને લઇ ગયા હતા.આ સ્થળે માંસ માટે જીવતા પ્રાણીઓનું વેચાણ થતું હતું. આ સંબંઘમાં ફરિયાદો નોંધાઇ છે જેમાં પીટીઆઇના કાર્યકર્તાઓ પર આરોપ મુકાયો છે. એક વીડિયોમાં પ્રદર્શનકારીઓ સ્ટ્રોબેરી ચોરી રહયા હતા તો કેટલાકે હાથમાં મોર પણ પકડેલા હતા. આ સંપતિ લોકોની છે એટલે જ અમે લઇ જઇએ છીએ એવું કહેતા ફૂટેજમાં ધ્યાનમાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓએ સ્ટેશનરીનો સામાન અને કપડા પણ ચોર્યા હતા.બુધવારે ૫૦૦ લોકોનું એક ટોળુ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ નવાઝના લાહોર ખાતેના ઘરે પહોંચી ગયા હતા અન ે પાર્કિગમાં ગોઠવેલા વાહનોને આગ લગાડી હતી.