IPL 2023 Live : પંજાબે કોલકાતા સામે ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય લીધો

IPL 2023 Live : પંજાબે કોલકાતા સામે ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય લીધો

કોલકાતા, તા.8 મે-2023, સોમવાર

IPL-2023માં આજે કોલકાતાના ઈડન ગાર્ડનમાં શરૂ થનારી મેચમાં પંજાબ કિંગ્સે કોલકાતા કિંગ રાઈડર્સ સામે ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કર્યો છે. કોલકાતા અને પંજાબ બંને ટીમો માટે આજની મેચ જીતવી જરૂરી છે. 10 મેચમાંથી 5 મેચ જીત સાથે પંજાબની ટીમના પોઈન્ટ ટેબલમાં 10 પોઈન્ટ છે. જો પંજાબ આજની મેચ હારી જશે તો આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ 6 મેચ હારનાર ટીમોની યાદીમાં સામેલ થઈ જશે. હૈદરાબાદ, દિલ્હી અને કોલકાતાની ટીમો IPL-2023માં સૌથી વધુ 6 મેચ હારી છે. આ સાથે જ કોલકાતા જો હારશે તો આ ટૂર્નામેન્ટમાં 7 મેચ હારનારી પ્રથમ ટીમ બની જશે. આવી સ્થિતિમાં બંને ટીમો જીતવા અને પ્લેઓફમાં પહોંચવા માટે તમામ પ્રયત્નો કરશે. પ્રથમ મેચમાં કોલકાતાને હરાવ્યા બાદ પંજાબ કિંગ્સે રાજસ્થાનને પણ હરાવ્યું હતું. જોકે ત્યારબાદ ટીમ જીત-હાર વચ્ચે અટવાઈ ગઈ છે. છેલ્લી મેચમાં પંજાબને મુંબઈએ 6 વિકેટે હરાવ્યું હતું.

IPL-2023 Live Scorecard

કોલકાતા અને પંજાબ બંને ટીમો માટે આજની મેચ જીતવી જરૂરી

કોલકાતા અને પંજાબ બંને ટીમો માટે આજની મેચ જીતવી જરૂરી છે. 10 મેચમાંથી 5 મેચ જીત સાથે પંજાબની ટીમના પોઈન્ટ ટેબલમાં 10 પોઈન્ટ છે. જો પંજાબ આજની મેચ હારી જશે તો આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ 6 મેચ હારનાર ટીમોની યાદીમાં સામેલ થઈ જશે. હૈદરાબાદ, દિલ્હી અને કોલકાતાની ટીમો IPL-2023માં સૌથી વધુ 6 મેચ હારી છે. આ સાથે જ કોલકાતા જો હારશે તો આ ટૂર્નામેન્ટમાં 7 મેચ હારનારી પ્રથમ ટીમ બની જશે. આવી સ્થિતિમાં બંને ટીમો જીતવા અને પ્લેઓફમાં પહોંચવા માટે તમામ પ્રયત્નો કરશે. પ્રથમ મેચમાં કોલકાતાને હરાવ્યા બાદ પંજાબ કિંગ્સે રાજસ્થાનને પણ હરાવ્યું હતું. જોકે ત્યારબાદ ટીમ જીત-હાર વચ્ચે અટવાઈ ગઈ છે. છેલ્લી મેચમાં પંજાબને મુંબઈએ 6 વિકેટે હરાવ્યું હતું. 

કોલકાતા જીતની ગતિ જાળવી રાખવા માંગશે

કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આ સિઝન કંઈ ખાસ રહી નથી. નીતિશ રાણાની કપ્તાનીમાં આ ટીમને પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પછી કોલકાતાએ 2 મેચ જીતી હતી, પરંતુ ત્યારબાદ 4 મેચ હારી હતી. ત્યારબાદ કોલકાતાએ 3માંથી 2 મેચ જીતી છે. છેલ્લી મેચમાં આ ટીમે હૈદરાબાદને પાંચ રનથી હરાવ્યું હતું. આ મેચમાં પણ આ ટીમ જીતનો સિલસિલો જાળવી રાખવા માંગશે.

Read Also : આ વર્ષે IPLને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવાના મુખ્ય 5 કારણો

કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ

એન જગદીશન, રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટ કીપર), વેંકટેશ ઐયર, નીતિશ રાણા (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, ડેવિડ વેઈસ, શાર્દુલ ઠાકુર, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી.

પંજાબ કિંગ્સની ટીમ

પ્રભસિમરન સિંઘ, શિખર ધવન (કેપ્ટન), મેથ્યુ શોર્ટ, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટ-કીપર), સેમ કુરાન, શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, ઋષિ ધવન, રાહુલ ચહર, અર્શદીપ સિંહ.

Share: