જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સૈન્યનું હેલિકોપ્ટર થયું ક્રેશ, 2-3 લોકો સવાર હોવાના અહેવાલ, રેસ્ક્યૂ શરૂ

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સૈન્યનું હેલિકોપ્ટર થયું ક્રેશ, 2-3 લોકો સવાર હોવાના અહેવાલ, રેસ્ક્યૂ શરૂ

જમ્મુ-કાશ્મીરથી એક મોટી દુર્ધટનાના સમાચાર સામે આવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં આવેલા કિશ્તવાડ જિલ્લામાં એક ગામમાં સૈન્યનું હેલિકોપ્ટર ક્રેશ થયાના સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી અનુસાર આ હેલીકોપ્ટરમાં 2 થી 3 લોકો સવાર હતા. ભારતીય સેનાને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

Share: