ભારતીય મૂળના અજય બાંગા વર્લ્ડ બેન્કના આગામી અધ્યક્ષ તરીકે પદભાર સંભાળવા તૈયાર, થઈ પુષ્ટી

ભારતીય મૂળના અજય બાંગા વર્લ્ડ બેન્કના આગામી અધ્યક્ષ તરીકે પદભાર સંભાળવા તૈયાર, થઈ પુષ્ટી

image : Twitter

ભારતીય મૂળના અજય બાંગા વર્લ્ડ બેન્કના આગામી અધ્યક્ષ બનશે. વર્લ્ડ બેન્કે આ મામલે પુષ્ટી કરી દીધી હતી કે અજય બાંગાને બુધવારે બેન્કના આગામી અધ્યક્ષ તરીકે ચૂંટી લેવાયા છે. ક્લાઈમેટ ચેન્જનો સારી રીતે સામનો કરનાર આ ડેવલપમેન્ટ બેન્કના અધ્યક્ષનો કાર્યભાર તે એક મહત્ત્વપૂર્ણ સમયે સંભાળી રહ્યા છે. 

5 વર્ષના કાર્યકાળ માટે તેમના નેતૃત્વને મંજૂરી

બોર્ડ દ્વારા 5 વર્ષના કાર્યકાળ માટે તેમના નેતૃત્વને મંજૂરી આપવા મતદાન કર્યાના તાત્કાલિક બાદ બેન્કે એક નિવેદનમાં લખ્યું કે બોર્ડ વર્લ્ડ બેન્ક સમૂહ વિકાસના માર્ગે બાંગા સાથે કામ કરવા ઉત્સુક છે. તે 2 જૂને ડેવિડ માલાપાસથી પદભાર ગ્રહણ કરશે. 

Share: