×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બ્રિટનમાં કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેક પહેલા જ બની ચિંતાજનક ઘટના, મહેલ સીલ કરાયો, એકની ધરપકડ

image : pixabay 



લંડનમાં પોલીસે બકિંઘમ પેલેસના મેદાનમાં શૉટગન કારતુસ જેવી દેખાતી વસ્તુઓ ફેંકવા મામલે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આ ધરપકડ કિંગ ચાર્લ્સ ત્રીજાના રાજ્યાભિષેક થવાના થોડા દિવસો પહેલા થઈ હતી. આ રાજ્યાભિષેક સમારોહમાં વિશ્વભરના નેતાઓ ભાગ લેશે તેવી અપેક્ષા છે. હાલમાં મહેલને સીલ કરી દેવાયો છે. સુરક્ષા વધારી દેવામાં આવી છે. 

કોઈ જાનહાનિ ન થઈ, ગોળીબાર પણ ન થયો 

મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું હતું કે ગેટની નજીક પહોંચ્યા પછી આ વ્યક્તિએ મહેલ તરફ ઘણી બધી વસ્તુઓ ફેંકી હતી. જોકે વાંધાજનક હથિયારો રાખવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. સુપ્રિન્ટેન્ડેન્ટ જોસેફ મેકડોનાલ્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "અધિકારીઓએ તરત જ આ વ્યક્તિને કસ્ટડીમાં લીધો હતો." આ દરમિયાન કોઈપણ પ્રકારના ગોળીબાર અથવા અધિકારીઓ કે પછી જાહેર જનતાના કોઈપણ સભ્યોને ઈજા થઈ હોવાના કોઈ અહેવાલો નથી. અધિકારીઓ ઘટનાસ્થળે જ છે અને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.