IPL 2023 Live : લખનઉ સામે બેંગ્લોરે ટોસ જીતીને પહેલા બેટીંગ પસંદ કરી

IPL 2023 Live : લખનઉ સામે બેંગ્લોરે ટોસ જીતીને પહેલા બેટીંગ પસંદ કરી

લખનઉ, તા.01 મે-2023, સોમવાર

IPL-2023માં ઈકાના સ્ટેડિયમમાં શરૂ થયેલી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને પહેલા બેટીંગ પસંદ કરી છે. લખનઉ સુપર જાયન્ટ્સ આ સિઝનમાં પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા ક્રમાંકે છે, જયારે રોયલ ચેલેન્જેર્સ બેંગ્લોર પાંચમાં સ્થાને છે. આ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સની કમાન કે.એલ.રાહુલના હાથમાં છે, જ્યારે બેંગ્લોર ટીમની કમાન ફાફ ડુ પ્લેસિસ સંભાળશે.

IPL-2023 Live Scorecard

IPLના ઈતિહાસમાં બેંગ્લોરનું પલડું ભારે

લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે IPLમાં અત્યાર સુધી માત્ર 3 મેચ રમાઈ છે, જેમાં બેંગ્લોરે 2 જ્યારે લખનઉએ 1માં જીત હાંસલ કરી હતી. આ સિઝનમાં 10 એપ્રિલે બંને ટીમો વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં લખનઉએ માત્ર 1 વિકેટથી વિજય મેળવ્યો હતો.

ઈકાનાની પીચ બોલર્સ માટે વધુ અનુકુળ 

ઈકાના સ્ટેડિયમની પીચ ફાસ્ટ બોલર્સ માટે અનુકુળ માનવામાં આવે છે. આ મેદાન પર પ્રથમ બેટિંગ કરનારી ટીમને જીત મળવાની શક્યતા વધુ હોય છે. આ મેદાન પર જેમ જેમ મેચ આગળ વધે છે તેમ તેમ પીચ ધીમી થતી જાય છે, જેના કારણે સ્પિનરોને અહીં ટર્ન અને બાઉન્સ મળે છે.

Read Also : આ વર્ષે IPLને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવાના મુખ્ય 5 કારણો

લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ

કેએલ રાહુલ (કેપ્ટન), નિકોલસ પૂરન (વિકેટકીપર), કાયલ મેયર્સ, દીપક હુડા, માર્કસ સ્ટોઇનિસ, કૃણાલ પંડ્યા, આયુષ બદોની, નવીન-ઉલ-હક, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, યશ ઠાકુર, અમિત મિશ્રા, જયદેવ ઉનડકટ, મનન વોહરા, માર્ક વૂડ, ક્વિન્ટન ડી કોક, કૃષ્ણપ્પા ગૌથમ, સ્વપ્નિલ સિંહ, પ્રેરક માંકડ, ડેનિયલ સેમ્સ, રોમારિયો શેફર્ડ, અર્પિત ગુલેરિયા, યુદ્ધવીર સિંહ ચરક, કરણ શર્મા

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ

ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, દિનેશ કાર્તિક (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમર, સુયશ પ્રભુદેસાઈ, વાનિન્દુ હસરાંગા, ડેવિડ વિલી, વિજયકુમાર વૈશક, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, કર્ણ શર્મા, ફિન એલન, અનુજ રાવત, માઈકલ બ્રેસવેલ, સિદ્ધાર્થ કૌલ, સોનુ યાદવ, મનોજ ભંડાગે, વેન પાર્નેલ, રાજન કુમાર, અવિનાશ સિંહ, હિમાંશુ શર્મા

Share: