IPL 2023 Live : ચેન્નઈની સુપર કિંગ્સની બેટિંગ શરૂ, ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવે ક્રિઝ પર

IPL 2023 Live : ચેન્નઈની સુપર કિંગ્સની બેટિંગ શરૂ, ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવે ક્રિઝ પર

IPL 2023ની 41મી મેચમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ IPL ઈતિહાસની 999 મેચ છે. આ મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પંજાબ સામે ચેન્નઈની ટીમનો અગાઉનો રેકોર્ડ સારો રહ્યો નથી. ચેન્નઈ પંજાબ સામે છેલ્લી ત્રણેય મેચ હારી ચૂક્યું છે. આ સ્થિતિમાં ધોનીની ટીમ જીત મેળવવા પ્રયાસ કરશે. IPLની આ સિઝનમાં બંને ટીમો અગાઉ 25મી એપ્રિલે સામસામે રમી  હતી. આ મેચમાં પંજાબ કિંગ્સે રોમાંચક રીતે 11 રને જીતી લીધી હતી.ચેન્નઈએ પંજાબ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

IPL Live Score

ચેન્નઈની બેટિંગ શરૂ

ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતીને બેટિંગ શરૂ કરી છે. ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેની ઓપનિંગ જોડી ક્રિઝ પર છે.

Read Also : આ વર્ષે IPLને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવાના મુખ્ય 5 કારણો

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ચેન્નઈ સુપર કિંગ્સ

ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, શિવમ દુબે, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, મોઈન અલી, મહેન્દ્ર સિંહ ધોની (c/wk), તુષાર દેશપાંડે, મહિષ તિક્ષાના, મથિશા પથિરાના.

પંજાબ કિંગ્સ

શિખર ધવન (c), અથર્વ તાયડે, લિયામ લિવિંગસ્ટોન, સિકંદર રઝા, જીતેશ શર્મા (wk), સેમ કરણ, શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, કાગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ.

Share: