×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શું 15-20 દિવસમાં ગબડી પડશે મહારાષ્ટ્રની શિંદે સરકાર ! સંજય રાઉતે કહ્યું, જારી થઈ ગયું ‘ડેથ વોરંટ’

મુંબઈ, તા.24 એપ્રિલ-2023, સોમવાર

મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે. અહીં સતત દિગ્ગજ નેતાઓ વચ્ચે શબ્દ યુદ્ધ ચાલી રહ્યું છે. ઉદ્ધવ ઠાકરે હોય કે એકનાથ શિંદે... અજીત પવાર હોય કે સંજય રાઉત કે પછી અન્ય કોઈ નેતાઓ... આ તમામ વચ્ચે સમયાંતરે શબ્દ યુદ્ધ ચાલતું જોવા મળી રહ્યું છે. ત્યારે મહારાષ્ટ્રની શિંદે સરકાર વિરુદ્ધ વધુ એક ગંભીર નિવેદન સામે આવ્યું છે. વર્તમાન શિંદે-ફડણવીસ સરકારને લઈને ભવિષ્યવાણી કરવાનો સિલસિલો ફરી શરૂ થઈ ગયો છે. 

રાઉતે કહ્યું, આ સરકારનું ‘ડેથ વોરંટ’ જારી થઈ ગયું છે

ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે, હાલની સરકાર આગામી 15થી 20 દિવસમાં ગબડી પડશે. રાઉતે કહ્યું કે, આ સરકારનું ‘ડેથ વોરંટ’ જારી થઈ ગયું છે. રાઉના આ દાવા બાદ ફરી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. શિવસેના ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે આ બાબતે કહ્યું કે, તમામ લોકો પોતપોતાનું ગણિત રજુ કરી રહ્યા છે, જોકે અમે પરિણાની રાહ જોઈ રહ્યા છીએ. રાઉતે કહ્યું કે, મુખ્યમંત્રી અને તેમના 40 લોકોની હાલમાં હકુમત ચાલી રહી છે, તે આગામી 15-20 દિવસમાં સમાપ્ત થઈ જશે. મેં એકવાર કહ્યું હતું કે, ફેબ્રુઆરી સુધીમાં સરકાર ગબડી પડશે, જોકે કોર્ટનો નિર્ણય મોડો આવી રહ્યો છે. આ સરકાર ટકવાની નથી, કારણ કે આ સરકારનું ‘ડેથ વોરંટ’ જારી થઈ ગયું છે. સંજય રાઉતે કહ્યું કે, હવે કોણ અને ક્યારે હસ્તાક્ષર કરશે તે નક્કી થઈ ગયું છે.

અજિત પવારે કહ્યું, હું NCPમાં જ રહીશ

રાઉતનું આ નિવેદન એવા સમયે આવ્યું, જ્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના નેતા અજિત પવારને લઈ અટકળોનો સિલસિલો ચાલી રહ્યો છે. તેમણે તેમના તરફથી સ્પષ્ટ કહી દીધું છે કે, તેઓ NCPમાં જ રહેશે. તેમણે કહ્યું કે, ડેથ વોરંટ જારી થવાનો મારો મતલબ હતો કે, BJPની CM બદલવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, કારણ કે તેમની ઈન્ટરનલ રિપોર્ટ જ કહી રહી છે કે, આ સરકાર સાથે રહેવાથી BJPને મોટી નુકશાન થઈ રહ્યું, તેથી આજકાલ મુખ્યમંત્રી શિંદે કેમ આટલા તણાવમાં છે, તે તેમને પૂછો... BJP પૂરી તૈયારીઓ કરી રહી છે... અને ટુંક સમયમાં CM બદલશે.

આશા છે, ન્યાય મળશે : સંજય રાઉત

સંજય રાઉતે જલગાંવમાં વાતચીત દરમિયાન કહ્યું કે, તેમનો પક્ષ કોર્ટના આદેશની રાહ જોઈ રહી છે અને આશા છે કે, ન્યાય થશે... ઉલ્લેખનિય છે કે, રાજ્યસભા સાંસદ સંજય રાઉત ઉદ્ધવ ઠાકરેની આગેવાની વિરુદ્ધ બળવો કરનારા 16 ધારાસભ્યો (શિંદે જૂથ)ને ગેરલાયક ઠેરવવાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં પેન્ડીંગ ચુકાદાનો ઉલ્લેખ કરી રહ્યા હતા.