×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

NCERTએ વિજ્ઞાનના અભ્યાસક્રમમાંથી ચાર્લ્સ ડાર્વિનના સિદ્ધાંતને હટાવતાં 1800 વૈજ્ઞાનિકોએ કર્યો વિરોધ


શાળાના વિદ્યાર્થીઓના પુસ્તકોમાંથી મુઘલ ઈતિહાસ અને મહાત્મા ગાંધીની હત્યા સાથે સંબંધિત પાઠ હટાવ્યા બાદ હવે, NCERT એ વિશ્વના મહાન વૈજ્ઞાનિકોમાંના એક ચાર્લ્સ ડાર્વિનની ઉત્ક્રાંતિ સિદ્ધાંતને પણ વિજ્ઞાનના અભ્યાસક્રમમાંથી હટાવવાનો નિર્ણય લીધો છે. સમગ્ર ભારતમાંથી 1,800 થી વધુ વૈજ્ઞાનિકો, શિક્ષકો અને વિજ્ઞાન વિષયમાં રસ દાખવતી વ્યક્તિએ ધોરણ 9 અને 10 માટેના વિજ્ઞાનના પાઠ્યપુસ્તકોમાંથી ડાર્વિનના ઉત્ક્રાંતિના સિદ્ધાંતના ટોપિકને દુર કરવા પર નિંદા કરતા NCERT ને બધાના હસ્તાક્ષર સાથે એક પત્ર લખ્યો છે.

મોટી વૈજ્ઞાનિક સંસ્થાઓએ હસ્તાક્ષર સાથે લખ્યો પત્ર 

બ્રેકથ્રુ સાયન્સ સોસાયટીએ તેમના એક નિવેદનમાં કહ્યું કે, 'કોર્સમાંથી ઉત્ક્રાંતિના સિદ્ધાંત સામે અપીલ' આ શીર્ષક સાથે પત્ર શામેલ છે. તેના પર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી જેવી મોટી વૈજ્ઞાનિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ હસ્તાક્ષર કર્યા છે.

ઉત્ક્રાંતિના સિદ્ધાંતને હટાવવો એ 'શિક્ષણનો ભંગ': વૈજ્ઞાનિક સમુદાય

NCERT એક સરકારી સંસ્થા જે શાળા શિક્ષણ અંગે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સલાહ આપે છે, તેણે કોરોના મહામારી પછી વિદ્યાર્થીઓ પરના બોજને ઘટાડવા માટે અભ્યાસક્રમને તર્કસંગત બનાવવાની કવાયત હાથ ધરી હતી. આ કારણે વિજ્ઞાનના પાઠ્યપુસ્તકના પ્રકરણ 9, 'હેરેડિટી એન્ડ ઈવોલ્યુશન'ને 'હેરેડિટી' સાથે બદલવામાં આવ્યું છે. જો કે, વૈજ્ઞાનિક સમુદાયનું માનવું છે કે અભ્યાસક્રમમાંથી ડાર્વિનના ઉત્ક્રાંતિના સિદ્ધાંતને હટાવવો એ 'શિક્ષણનો ભંગ' છે.