પુણે-બેંગલોર હાઈવે પર ટ્રક અને ખાનગી બસનો ગંભીર અકસ્માત, ચાર લોકોનાં મોત, 22 ઘાયલ

પુણે-બેંગલોર હાઈવે પર ટ્રક અને ખાનગી બસનો ગંભીર અકસ્માત, ચાર લોકોનાં મોત, 22 ઘાયલ
Image : pixabay

દેશમાં અકસ્માતની ઘટના વધી રહી છે ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના પુણે બેંગલોર હાઈવે પર બની છે. આ હાઈવે પર ટ્રક અને ખાનગી બસ વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતમાં ચાર લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે જ્યારે 22 લોકો ઘાયલ થયા છે.

મહારાષ્ટ્રના પુણેમાં ગઈકાલે મોડી રાત્રે એક ટ્રક અને ખાનગી બસ વચ્ચે ભયાનક અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં ચાર લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. આ ઉપરાંત 22 લોકો ઘાયલ થયાના છે. આ અકસ્માતની વધુ વિગત મુજબ ઘટના પુણેના નર્હે વિસ્તારમાં પુણે-બેંગલુરુ હાઈવે પર સવારે 3 વાગ્યની આસપાસ બની હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસને ટ્રક ડ્રાઈવરે જણાવ્યું હતું કે ટ્રકની બ્રેક ફેઈલ થવાને કારણે આ અકસ્માત થયો હતો. પોલીસ આ ઘટના અંગે તપાસ કરી રહી છે.

સતારા કાત્રજ લેન સંપૂર્ણ બંધ

મુંબઈ બેંગલોર હાઈવે પર સવારે થયેલા આ અકસ્માતમાં મૃતકોને સસૂન હોસ્પિટલના શબઘરમાં લઈ જવામાં આવ્યા છે. ટ્રક ખાંડની બોરી લઈને જઈ રહી હતી અને બસ સાથે અથડાયા બાદ તે બેકાબૂ થઈને પલટી મારી ગયો હતો. અકસ્માત બાદ વહીવટીતંત્ર દ્વારા હાઇવેની એક બાજુની લેન સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હતો. અકસ્માતના પગલે હાઈવે પર જામ થયો હતો.

Share: