×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભટિંડા મિલિટ્રી સ્ટેશન પર ફાયરિંગ મામલે પોલીસે એક જવાનની ધરપકડ કરી, ગોળીબારમાં 4 શહીદ થયા હતા

image : Twitter


પોલીસે ભટિંડા મિલિટ્રી સ્ટેશન પર ફાયરિંગ મામલે સેનાના એક જવાનની ધરપકડ કરી હતી. પંજાબના ભટિંડા મિલિટ્રી સ્ટેશન પર બુધવારે (12 એપ્રિલ) સવારે ફાયરિંગની ઘટના બની હતી. જેમાં 4 જવાનો શહીદ થયા હતા. જેના લીધે ચકચાર મચી ગઈ હતી.  જો કે પોલીસે હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ 12 વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને મામલો જાહેર કરી શકે છે.

મામલો શું હતો? 

પંજાબના ભટિંડા મિલિટરી સ્ટેશનના મેસમાં બુધવારે સવારે 4.35 વાગ્યે ફાયરિંગ થયું હતું. જેમાં ચાર જવાનો શહીદ થયા હતા. તમામ જવાન 80 મીડિયમ રેજિમેન્ટના હતા. ગોળીબાર કરનાર શૂટર અંધારાનો ફાયદો ઉઠાવીને ફાયરિંગ સ્થળેથી ભાગવામાં સફળ રહ્યો હતો. ત્યારથી સુરક્ષા એજન્સીઓ આ કેસની તપાસમાં લાગેલી હતી. પંજાબ પોલીસે પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે આ આતંકવાદી હુમલો નથી. તે સૈનિકો વચ્ચેના પરસ્પર વિવાદનો મામલો હતો. પોલીસે રવિવારે આ મામલે ચાર જવાનોની પૂછપરછ કરી હતી.

ભટિંડા મિલિટ્રી સ્ટેશન શહેરને અડીને આવેલું છે

ભટિંડા મિલિટ્રી સ્ટેશન શહેરને અડીને આવેલું છે. આ એક જૂનું અને ખૂબ મોટું લશ્કરી સ્ટેશન છે. અગાઉ તે શહેરથી થોડુ દૂર હતું પરંતુ શહેરના વિસ્તરણ સાથે હવે લશ્કરી મથક રહેણાંક વિસ્તારની નજીક આવી ગયું છે. આ મિલિટ્રી સ્ટેશનની બહાર કોઈપણ સામાન્ય વાહન પહોંચી શકે છે. સામાન્ય રીતે આ સ્ટેશનની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા હોય છે. આ ઘટનાની વધુ વિગત અનુસાર આ ઘટના અધિકારીઓની મેસની અંદર બની હતી. ત્યારે આર્મીએ પણ કહ્યું હતું કે તે કોઈ આતંકવાદી ઘટના નથી.