IPL 2023 LIVE : દિલ્હીની ખરાબ શરુઆત. બે રનમાં ત્રણ વિકેટ ગુમાવી, સિરાજની બે બોલમાં બે વિકેટ

IPL 2023 LIVE : દિલ્હીની ખરાબ શરુઆત. બે રનમાં ત્રણ વિકેટ ગુમાવી, સિરાજની બે બોલમાં બે વિકેટ

IPLમાં આજે ડબલ હેડર મેચ છે. પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહી છે. દિલ્હી કેપિટલ્સ સંળગ 4 મેચ હર્યા બાદ તેની પાંચમી મેચ રમવા ઉતરી છે. જો બેંગલુરુ હારશે તો દિલ્હીની ટીમ જીતનું ખાતું ખોલશે. બેંગલુરુની ટીમ સતત છેલ્લી બે મેચ હાર્યા બાદ રમી રહી છે. આ સ્થિતિમાં વિરાટ કોહલીની આ ટીમ હવે જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરી છે. RCBએ આપેલા 175 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી દિલ્હીની ટીમની ખરાબ શરુઆત થઈ છે. દિલ્હીએ બે રનમાં જ ત્રણ વિકેટ ગુમાવી દીધી છે. સિરાજે બે બોલમાં બે વિકેટ ઝડપી છે.

IPL-2023 RCB vs DC Live Scorecard

દિલ્હીને ત્રીજો ઝટકો

દિલ્હી કેપિટલ્સની ત્રીજી વિકેટ બે રનના સ્કોર પર પડી હતી. યશ ધુલ ચાર બોલમાં એક રન બનાવીને આઉટ થયો છે.

દિલ્હીની બીજી વિકેટ પડી

દિલ્હીની ટીમે એક રનના સ્કોર પર બે વિકેટ ગુમાવી દીધી છે. પૃથ્વી શૉ બાદ મિચેલ માર્શ પણ ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો છે. તેણે ચાર બોલનો સામનો કર્યો હતો.

દિલ્હીની ખરાબ શરુઆત

દિલ્હીને પહેલો ઝટકો લાગ્યો છે. પૃથ્વી શૉ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. દિલ્હીની શરુઆત ખુબ જ ખરાબ થઈ છે.

બેંગ્લોરે દિલ્હી સામે 175 રનનો ટાર્ગેટ આપ્યો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દિલ્હી કેપિટલ્સ સામે 175 રનનો ટાર્ગેટ આપ્યો છે. બેંગ્લોર તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ 50 રન બનાવ્યા હતા. આ ઉપરાંત મહિપાલ લોમરોરે 26 અને ગ્લેન મેક્સવેલે 24 રન બનાવ્યા હતા. શાહબાઝ અહેમદે અંતમાં સારી ઇનિંગ રમી હતી. દિલ્હી તરફથી મિશેલ માર્શ અને કુલદીપ યાદવે બે-બે અને અક્ષર પટેલ અને લલિત યાદવને એક-એક વિકેટ મળી હતી.

Read Also : આ વર્ષે IPLને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવાના મુખ્ય 5 કારણો

બંને ટીમોના પ્લેઇંગ-11

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (C), મહિપાલ લોમરોર, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક (wk), વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, વેઈન પાર્નેલ, મોહમ્મદ સિરાજ, વિજયકુમાર વૈશાક.

દિલ્હી કેપિટલ્સ

ડેવિડ વોર્નર (C), મિશેલ માર્શ, યશ ધૂલ, મનીષ પાંડે, અક્ષર પટેલ, અમન હાકિમ ખાન, લલિત યાદવ, અભિષેક પોરેલ (wk), કુલદીપ યાદવ, એનરિચ નોર્ટજે, મુસ્તફિઝુર રહેમાન.

Share: