મહારાષ્ટ્ર : રાયગઢમાં ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતા બસ ખીણમાં ખાબકી, 8 મુસાફરોના મોત, 30થી વધુ ઘવાયા

મહારાષ્ટ્ર :  રાયગઢમાં ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતા બસ ખીણમાં ખાબકી, 8 મુસાફરોના મોત, 30થી વધુ ઘવાયા
image : Twitter 

મહારાષ્ટ્રના રાયગઢના ખોપોલી વિસ્તારમાં બસ  ખીણમાં ખાબકતાં આઠ લોકોના મોત થયા હતા અને લગભગ 25 થી 30 લોકો ઘાયલ થયા હતા. રાયગઢના એસપીએ જણાવ્યું કે ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ભયાનક માર્ગ અકસ્માત જૂના મુંબઈ-પુણે હાઈવે પર થયો હતો. આ હાઈવે પર બોરઘાટ ખાતે ખાનગી બસ ખીણમાં ખાબકી ગઈ હતી. 

બસ પૂણેથી મુંબઈ આવી રહી હતી 

આ બસ પૂણેથી મુંબઈ આવી રહી હતી. બસમાં કુલ 40-45 મુસાફરો હતા. ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવવાને કારણે આ મોટો અકસ્માત થયો હોવાનું જણાવવામાં આવ્યું હતું. રેસ્ક્યુ ટીમ અને રાયગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Share: