×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO: પૂર્વ ડેપ્યુટી CMએ છોડી પાર્ટી, બધાની સામે રડી પડ્યા ધારાસભ્ય… કર્ણાટક BJPમાં ધમાસાણ

બેંગ્લુરુ, તા.12 એપ્રિલ-2023, બુધવાર

કર્ણાટક ચૂંટણીને લઈને તમામ પક્ષોમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપે ગઈકાલે ઉમેદવારોની યાદી જાહેર કરાયા બાદ પાર્ટીમાં ધમાસામ જોવા મળી રહ્યું છે. તો કોંગ્રેસમાં પણ કેટલાક નેતાઓ નારાજ થયેલા હોવાનું સામે આવી રહ્યું છે. કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી નારાજ થયેલા નેતા-કાર્યકરો પક્ષ બદલવાની તૈયારીમાં લાગી ગયા છે. તો બીજી તરફ આ ચૂંટણીમાં ભાજપ માટે પણ પડકાર વધતો જોવા મળી રહ્યો છે.

પ્રથમ યાદી જાહેર કરાયા બાદ ભાજપમાં ધમાસાણ

મળતા અહેવાલો મુજબ ભાજપે મંગળવારે કર્ણાટક ચૂંટણી માટે 189 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. આ યાદી બહાર પડાયા બાદ ઘણા નેતાઓ નારાજગરી વ્યક્ત કરી રહ્યા છે. તો ભાજપે આ વખતે પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી લક્ષ્મણ સાવડીને પણ ટિકિટ આપી નથી, જેના કારણે તેમણે નારાજ થઈને પાર્ટી છોડવાની જાહેરાત કરી છે. જ્યારે કોંગ્રેસમાં જવાને લઈને તેમને પ્રશ્ન કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, ટૂંક સમયમાં કોઈ મોટો નિર્ણય લેવામાં આવશે. મહત્વની વાત એ છે કે, ભાજપે આ વખતે અથની બેઠક પરથી મહેશ કુમાથલીને ટિકિટ આપી છે. મહેશ કુમાથલીએ 2019માં કોંગ્રેસની સરકારને પાડી ભાજપની સરકારી બનાવી હતી.

કોઈકની આંખમાં આંસુ, તો કોઈક બળવો કરવાની તૈયારીમાં

અન્ય નેતાઓની વાત કરીએ તો ભાજપે આ વખતે ઉડુપીના ધારાસભ્ય રઘુપતિ ભટ્ટને ટિકિટ આપી નથી. આ વખતે પાર્ટીએ તેમને ઉડુપીથી ટિકિટ ન આપી હોવાથી તેઓ ભાવુક થઈ ગયા છે. તેમને ટીવી ચેનલોના માધ્યમથી ટિકિટ ન મળી હોવાની જાણ થતાં તેઓ વધુ દુઃખી થયા છે. તો કેટલાક નેતાઓ એવા છે, જેમણે અન્ય લોકોને ચૂંટણી લડવા ઉતારાતા તેઓએ રાજીનામું આપવાનું શરૂ કરી દીધું છે. આ યાદીમાં સૌથી મોટું નામ કેએસ ઈશ્વરપ્પાનું છે, જેમની ચૂંટણી લડવામાંથી રાજીનામું આપતા પક્ષમાં ખળભળાટ મચ્યો છે.

++++