×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વિશ્વમાં હાલ માનવીની વસ્તી 800 કરોડ, સદીના અંત સુધીમાં ઘટીને 600 કરોડ થશે, ચોંકાવનારો અભ્યાસ

Image :  WEF

વિશ્વમાં દર વર્ષે સતત વસ્તી વધી રહી છે. માણસ વસ્તી વધારવામાં નિષ્ણાત બની ગયો છે. માનવીની વસ્તી 100થી 200 કરોડ થવા માટે 125 વર્ષ લાગ્યા હતા. ગત વર્ષે 15મી નવેમ્બરે વિશ્વની વસ્તી 800 કરોડ સુધી પહોંચી ગઈ હતી. જો કે માનવીની વસ્તી 700થી 800 કરોડ થવામાં માત્ર 12 વર્ષ લાગ્યા. જો કે એક ચૌકાવનારા અભ્યાસમાં એક નવી માહિતી સામે આવી છે કે આગળના વર્ષોમાં માનવીની વસ્તી ઝડપથી ઘટવા લાગશે કારણકે માનવીની પ્રજનન ક્ષમતા ઘટી રહી છે.  

અર્થ ફોર ઓલ મોડેલર અને વૈજ્ઞાનિક જોર્ગેન રેન્ડર્સે કહ્યું કે માનવીની સૌથી મોટી લક્ઝરી કાર્બન અને બાયોસ્ફિયરનો વપરાશ છે. જ્યાં પણ વસ્તી ઝડપથી વધી રહી છે ત્યાં પર્યાવરણીય પદચિહ્નો ખૂબ ઓછા છે. એક નવા અભ્યાસમાં દસ દેશોની પસંદગી કરવામાં આવી છે. હાલમાં અંગોલા, નાઇજર, કોંગો અને નાઇજીરીયા જેવા આફ્રિકન દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર સૌથી વધુ છે. એશિયન દેશોમાં અફઘાનિસ્તાન સૌથી વધુ દર ધરાવે છે. 

સદીના અંત સુધીમાં આટલી વસ્તી થઈ જશે

આ સદીના મધ્ય સુધીમાં પૃથ્વી પર માનવીની વસ્તી 880 કરોડ હોવી જોઈએ પરંતુ 2100 સુધીમાં તે ઘટીને 730 કરોડ થઈ જશે. આ પાછળનું કારણ વૈશ્વિક અસંતુલન, પર્યાવરણીય પદચિહ્ન, વન્યજીવોનું લુપ્ત થવું આર્થિક સ્થિતિ અને વસ્તીને વધુ બરબાદ કરશે. વર્ષ 2040 સુધીમાં માનવીની સંખ્યા 850 કરોડ થઈ જશે પરંતુ સદીના અંત સુધીમાં તે ઘટીને 600 કરોડ થઈ જશે. WWF અને ગ્લોબલ ફૂટપ્રિન્ટ નેટવર્ક અનુસાર જે તેજીથી માનવ વસ્તી વધી રહી છે તે હિસાબે માનવીની જરૂરિયાતો પૂરી કરવા માટે હાલની ધરતી ઓછી પડશે અને 1.75 જેટલી ધરતીની વધુ જરુર પડશે પણ એવુ તો ક્યારેય શક્ય જ નથી. 

આ 8 દેશોમાં મહત્તમ વસ્તી વધશે

સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર વર્ષ 2050 સુધીમાં કોંગો, ઇજિપ્ત, ઇથોપિયા, ભારત, નાઇજીરિયા, પાકિસ્તાન, ફિલિપાઇન્સ અને તાન્ઝાનિયામાં ઝડપી વસ્તી વધશે. જો કે 2050 સુધીમાં જે પણ વસ્તી વધશે તેમાં અડધાથી વધુ આફ્રિકાના દેશોનું યોગદાન વધુ હશે.