પંજાબના બઠિંડા મિલિટરી સ્ટેશન પર ફાયરિંગની ઘટના, ચાર જવાનોના મોત, સેનાએ વિસ્તાર સીલ કર્યો

પંજાબના બઠિંડા મિલિટરી સ્ટેશન પર ફાયરિંગની ઘટના, ચાર જવાનોના મોત, સેનાએ વિસ્તાર સીલ કર્યો

પંજાબના બઠિંડા સ્થિત આર્મી વિસ્તારમાં ફાયરિંગના સમાચાર આવી રહ્યા છે. કેન્ટોનમેન્ટ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. આ ઘટના બાદ કેન્ટોનમેન્ટમાં કોઈને પણ પ્રવેશવા દેવામાં આવી રહ્યો નથી. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફાયરિંગમાં 4 જવાનોના મોત થયા છે.

સેનાના સાઉથ વેસ્ટર્ન કમાન્ડે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે બઠિંડા મિલિટરી સ્ટેશનની અંદર આજે સવારે લગભગ 4.35 વાગ્યે ગોળીબારની ઘટનામાં ચાર જવાનોના મોત થયા છે. સ્ટેશન ક્વિક રિએક્શન ટીમો સક્રિય કરવામાં આવી હતી અને વિસ્તારને કોર્ડન કરીને સીલ કરવામાં આવ્યો હતો. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે.

બઠિંડા મિલિટરી સ્ટેશન શહેરને અડીને આવેલું છે. આ એક જૂનું અને ખૂબ મોટું લશ્કરી સ્ટેશન છે. અગાઉ તે શહેરથી થોડુ દૂર હતું પરંતુ શહેરના વિસ્તરણ સાથે હવે લશ્કરી મથક રહેણાંક વિસ્તારની નજીક આવી ગયું છે. આ મિલિટરી સ્ટેશનની બહાર કોઈપણ સામાન્ય વાહન પહોંચી શકે છે. સામાન્ય રીતે આ સ્ટેશનની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા હોય છે. આ ઘટનાની વધુ વિગત અનુસાર આ ઘટના અધિકારીઓની મેસની અંદર બની હતી. 

Share: