અગ્નિપથ યોજના કાયદેસર, મનમાની નથી, સુપ્રીમકોર્ટે કેન્દ્રની સ્કીમને પડકારતી બે અરજીઓ ફગાવી

અગ્નિપથ યોજના કાયદેસર, મનમાની નથી, સુપ્રીમકોર્ટે કેન્દ્રની સ્કીમને પડકારતી બે અરજીઓ ફગાવી

image : Twitter

સુપ્રીમકોર્ટે સૈન્યમાં ભરતી માટેની કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના વિરુદ્ધ દાખલ બે અરજીઓને સોમવારે ફગાવી દીધી હતી. ટોચની કોર્ટે આ મામલે ટિપ્પણી કરતા કહ્યું કે આ યોજના કાયદેસર છે અને તેમાં કોઈની મનમાની ચલાવાઇ નથી. 

કોર્ટે કરી મહત્ત્વની ટિપ્પણી 

કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે જાહેર હિત અન્ય વિચારો કરતા વધારે જરૂરી છે. સરકારે ગત વર્ષે સૈન્યમાં કોન્ટ્રાક્ટ પર ભરતી માટે અગ્નિપથ યોજના લોન્ચ કરી હતી. તેને લઈને ભારે વિવાદ પણ થયો અને હિન્દી ભાષી રાજ્યોમાં આગચંપી અને હિંસા પણ ભડકી હતી. સુપ્રીમકોર્ટે અગાઉ કહ્યું હતું કે અગ્નિપથ યોજના રાષ્ટ્રીય સુરક્ષાને જાળવી રાખવાના પ્રશંસનીય ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રીય હિતમાં તૈયાર કરાઈ હતી. કેન્દ્રના નિર્ણયને કોર્ટે નીતિગત ગણાવ્યો હતો. 

Share: