ગુજરાતમાં કોરોનાના વધુ 218 કેસ નોંધાયા, વધુ 1 દર્દીનું મોત, સૌથી વધુ કેસ અમદાવાદમાં

ગુજરાતમાં કોરોનાના વધુ 218 કેસ નોંધાયા, વધુ 1 દર્દીનું મોત, સૌથી વધુ કેસ અમદાવાદમાં

અમદાવાદ, તા.09 એપ્રિલ-2023, રવિવાર

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થવા લાગ્યો છે. માત્ર કોરોના કેસમાં જ વધારો નહીં પણ મૃત્યુના કેસ પણ સામે આવ્યા છે. આજે ગુજરાતમાં કોરોનાના નવા 218 કેસ નોંધાયા છે. જ્યારે 260 દર્દીઓ સાજા થયાં છે. આજે સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. તો રાજ્યમાં વધુ એક દર્દીનું મૃત્યુ નિપજ્યું છે.

રાજ્યમાં આ વિસ્તારોમાં કોરોનાના કેસ નોંધાયા

આજે કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં 98, વડોદરામાં 25, સુરતમાં 22, પાટણમાં 11, મહેસાણામાં 9, મોરબીમાં 7, વલસાડમાં 6, ગાંધીનગરમાં 5, રાજકોટ અને વડોદરામાં 4-4, ભરૂચ-સુરતમાં 3-3 કેસ નોંધાયા છે.

અમદાવાદમાં 1 કોરોના દર્દીનું મોત

તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ એક દર્દીનું મૃત્યુ નિપજ્યું છે. આજે અમદાવાદમાં એક કોરોના દર્દીનું મોત થયું છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 11061 દર્દીઓનો મૃત્યુ નિપજ્યા છે.

કુલ 7 દર્દીઓ વેન્ટીલેટર

રાજ્યમાં કોરોનાને કારણે કુલ મોતની સંખ્યા 11061 થઈ ગઈ છે. હાલમાં રાજ્યમાં કુલ 2013 એક્ટિવ કેસ છે, જેમાંથી 7 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. તો 2006 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.98 ટકા થઈ ગયો છે. તો રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 12,71,840 દર્દીઓ કોરોનાને મ્હાત આપી છે. 

Share: