×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રશિયાના રાષ્ટ્રપતિ પુટિનને તેમની હત્યા થવાનો ડર સતાવેે છે! બચવા માટે કરી રહ્યા છે આવી તરકીબ

image : Twitter


યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા એક વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન તેમની હત્યા થઈ શકે છે તેવા અહેવાલોથી ચિંતિત છે. એક રિપોર્ટ અનુસાર તે પોતાનો જીવ બચાવવા માટે ગુપ્ત ટ્રેન અને ગુપ્ત માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે. રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસ (FSO)ના ભૂતપૂર્વ કેપ્ટન ગ્લેબ કારાકુલોવે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનની સુરક્ષા માટે લેવામાં આવેલા તમામ પગલાં વિશે માહિતી આપી છે.

એક અહેવાલમાં કરાયો દાવો 

એક અહેવાલ મુજબ, કારાકુલોવે ગુપ્ત ટ્રેન નેટવર્ક વિશે જણાવ્યું હતું. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનની અલગ અલગ શહેરોમાં એકસમાન ઓફિસ છે. તેઓ તેમના ઠેકાણા છુપાવવા માટે ગુપ્ત ટ્રેન નેટવર્કનો ઉપયોગ કરી રહ્યા છે. ગ્લેબ કારાકુલોવે રાજકીય માહિતી સંસ્થા ડોઝિયર સેન્ટર સાથેની મુલાકાતમાં પુટિન સાથે જોડાયેલી માહિતી આપી હતી. રશિયન અબજોપતિ મિખાઇલ ખોડોરકોવસ્કીએ ડોઝિયર સેન્ટરની સ્થાપના કરી છે.  કારાકુલોવે પુટિનના ગુપ્ત ટ્રેન નેટવર્કના અસ્તિત્વની પુષ્ટિ કરી. ગ્લેબ કારાકુલોવે અગાઉ પુટિનના કેટલાક સૌથી ગુપ્ત સંદેશાઓ પહોંચાડવામાં મદદ કરી છે.

'રશિયન રાષ્ટ્રપતિ અસુરક્ષિત અનુભવી રહ્યા છે'

રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસ (FSO)ના ભૂતપૂર્વ કેપ્ટન ગ્લેબ કારાકુલોવે પુટિનને યુદ્ધ અપરાધી ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ પોતાના જીવને લઈને અસુરક્ષિત અનુભવી રહ્યા છે.  રશિયન રાષ્ટ્રપતિના વિદેશ પ્રવાસમાં ફાયર ફાઈટર, ફૂડ ટેસ્ટર અને એન્જિનિયર પણ સામેલ છે. કારાકુલોવે તેમની સુરક્ષા સેવાઓના અહેવાલો પર પુટિનની નિર્ભરતા પણ જાહેર કરી. તેમણે કહ્યું કે પુટિન મોબાઈલ ફોન કે ઈન્ટરનેટનો ઉપયોગ કરતા નથી. 2020માં કોરોના મહામારી ફાટી નીકળી ત્યારથી પુટિનના વર્તન અને જીવનશૈલીમાં ઘણો બદલાવ આવ્યો છે. ત્યારબાદ પુટિને લગભગ તમામ મુસાફરી અને જાહેર સ્થળોએ જવાનું બંધ કરી દીધું.

નકલી મોટરસાઇકલ અને પ્લેનનો ઉપયોગ...

કારાકુલોવના જણાવ્યા અનુસાર, રશિયન રાષ્ટ્રપતિની સેન્ટ પીટર્સબર્ગ, સોચી અને નોવો-ઓગાર્યોવોમાં ઓફિસ છે. પુટિનની ગુપ્ત સેવાઓ વિદેશી ગુપ્તચરોથી તેમની પ્રવૃત્તિઓ છુપાવવા અને કોઈપણ હત્યાના પ્રયાસોને રોકવા માટે નકલી મોટરસાયકલ અને વિમાનોનો ઉપયોગ કરે છે.