રાજસ્થાન સીએમ અશોક ગેહલોત અને પૂર્વ સીએમ વસુંધરા રાજે થયા કોરોના સંક્રમિત, રાજકીય વર્તુળોમાં વધી ચિંતા

રાજસ્થાન સીએમ અશોક ગેહલોત અને પૂર્વ સીએમ વસુંધરા રાજે થયા કોરોના સંક્રમિત, રાજકીય વર્તુળોમાં વધી ચિંતા

રાજસ્થાનના મુખ્યમંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી બંને કોરોનાથી સંક્રમિત થયા છે. સીએમ અશોક ગેહલોત અને પૂર્વ સીએમ વસુંધરા રાજેએ ટ્વિટ કરીને તેમના કોવિડ પોઝિટિવ હોવાની માહિતી આપી હતી.

સીએમ અશોક ગેહલોતે ટ્વિટ કરી માહિતી આપી 

આજે સીએમ અશોક  ગેહલોતે ટ્વિટ કરીને લખ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોમાં દેશભરમાં કોરોનાના કેસ વધ્યા છે. હું પોતે પણ હળવા લક્ષણો સાથે કોરોનાથી સંક્રમિત થયો છું. ડોકટરોની સલાહ મુજબ હું આગામી કેટલાક દિવસો સુધી મારા ઘરેથી કામ કરવાનું ચાલુ રાખીશ. બધા તમારી કાળજી રાખો અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરો.

પૂર્વ સીએમ વસુંધરા રાજે પણ થયા કોરોના સંક્રમિત 

સીએમ અશોક ગેહલોતની સાથે રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજેએ પણ ટ્વિટ કર્યું હતું કે, મારો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. હું ડોક્ટરોની સલાહ પર સંપૂર્ણ અઈસોલેટમાં છું. જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેઓ કોરોના ટેસ્ટ કરાવી લેવો અને સાવચેત રહેવા માહિતી આપી હતી.

ખરાબ તબિયતના કારણે અમૃતસર જવાનો કાર્યક્રમ રદ્દ 

સીએમ અશોક ગેહલોતની તબિયત સવારથી જ ખરાબ હતી, જેના પછી તેમનો અમૃતસર જવાનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો હતો. આગામી થોડા દિવસો સુધી મુખ્યમંત્રી તેમના નિવાસ સ્થાનેથી સરકારી કામકાજ કરશે અને વિડીયો કોન્ફરન્સ દ્વારા વિભાગીય બેઠકોમાં હાજરી આપશે.

Share: