IPL 2023 LIVE: ગુજરાત ટાઇટન્સે ટોસ જીતી બોલિંગનો લીધો નિર્ણય, બંને ટીમોના પ્લેઈંગ ઈલેવનમાં મોટા ફેરફાર

IPL 2023 LIVE: ગુજરાત ટાઇટન્સે ટોસ જીતી બોલિંગનો લીધો નિર્ણય, બંને ટીમોના પ્લેઈંગ ઈલેવનમાં મોટા ફેરફાર

IPL 2023માં આજે દિલ્હી પોતાની પ્રથમ જીત માટે જ્યારે ગુજરાત પોતાનો વિજય શરૂઆત ચાલુ રાખવા મેદાનમાં ઉતરશે. આ બંને ટીમો વચ્ચે મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. IPL 2023માં આજે બંને ટીમો પોતાનો બીજો મેચ રમી રહી છે. આ પહેલા બંને ટીમોએ પહેલો મેચ રમી લીધો છે જેમા ગુજરાતને જીત અને દિલ્હીને હારનો સામનો કરવો પડ્યો હતો.

બંને ટીમોના પ્લેઇંગ-11

દિલ્હી કેપિટલ્સ :

 ડેવિડ વોર્નર (કેપ્ટન), પૃથ્વી શો, મિશેલ માર્શ, સરફરાઝ ખાન (વિકેટકીપર), અક્ષર પટેલ, અમન હાકિમ ખાન, કુલદીપ યાદવ, ખલીલ અહેમદ, રિલી રોસોવ, અભિષેક પોરેલ, એનરીચ નોર્ટજે.

ગુજરાત ટાઇટન્સ: 

રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગિલ, સાઇ સુદર્શન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, જોશુઆ લિટલ, યશ દયાલ, અલઝારી જોસેફ.

ગુજરાત ટાઇટન્સે ટોસ જીત્યો

ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હી કેપિટલ્સની ટીમ પ્રથમ બેટિંગ કરશે. દિલ્હી કેપિટલ્સે બે ફેરફાર કર્યા છે. 

Share: