બિહારમાં અમિત શાહના આકરા પ્રહાર, કહ્યું-નીતીશ કુમાર માટે ભાજપના દરવાજા હંમેશ માટે બંધ

બિહારમાં અમિત શાહના આકરા પ્રહાર, કહ્યું-નીતીશ કુમાર માટે ભાજપના દરવાજા હંમેશ માટે બંધ

ગૃહમંત્રી અમિત શાહની બિહાર મુલાકાતની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. રાજ્યના પ્રવાસે પહોંચેલા અમિત શાહે નવાદામાં જનસભાને સંબોધિત કરી હતી. તેમણે આ જનસભામાં ઘણી તીખી ટીપ્પણીઓ કરી હતી. જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે, નીતીશ કુમાર માટે ભાજપના દરવાજા હંમેશા માટે બંધ થઈ ગયા છે.

નીતીશ કુમાર માટે ભાજપના દરવાજા હંમેશ માટે બંધ

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને જેડીયુના નેતા લાલન સિંહ પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે, “જો તમને લાગે છે કે તમને ફરીથી બીજેપીનું સમર્થન મળશે તો તે ભૂલી જાઓ. તમારા લોકો માટે ભાજપના દરવાજા હંમેશ માટે બંધ થઈ ગયા છે. અમિત શાહે વધુમાં કહ્યું કે, “હું બિહારના લોકોને ખાતરી આપવા માંગુ છું કે અમે હવે નીતિશ કુમાર સાથે ગઠબંધન કરવાના નથી.”

નીતિશ કુમાર પીએમ બનવા માગે : અમિત શાહ 

વધુ પ્રહાર કરતા તેમણે કહ્યું કે, નીતિશ કુમાર પીએમ બનવા માગે છે, તેજસ્વી સીએમ બનવા માગે છે. જેની વચ્ચે બિહારની જનતા પીસાઈ રહી છે, પરંતુ દેશની જનતાએ નક્કી કર્યું છે કે તેઓ ત્રીજી વખત પણ વડાપ્રધાન મોદીને જ બનાવશે.  અમિત શાહે કહ્યું કે, લાલુના પુત્રએ નીતીશને સાપ, પલટુરામ અને કાચીંડો પણ કહ્યો, પરંતુ નીતિશકુમાર વડાપ્રધાન બનવા માટે તેમની જોડાયા છે.

Share: