દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરાઈ, FedExના વિમાન સાથે પક્ષી અથડાતા લેવાયો નિર્ણય

દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરાઈ, FedExના વિમાન સાથે પક્ષી અથડાતા લેવાયો નિર્ણય

image : pixabay

દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે. એરપોર્ટના અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે દુબઈ જતા FedExના વિમાને ટેક ઓફ કરતાની સાથે જ એક પક્ષી તેની સાથે અથડાઈ ગયું હતું. તેને જોતા દિલ્હી એરપોર્ટ પર ફુલ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. 

કોઈપણ સ્થિતિને પહોંચી વળવાની તૈયારી 

દિલ્હી એરપોર્ટ પર ફુલ ઈમરજન્સી જાહેર કરાયા બાદ એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડને બોલાવી લેવાયા છે. આ નિર્ણય એક ફ્લાઈટના તાત્કાલિક ઉડાન ભર્યા બાદ એક પક્ષી ફ્લાઈટ સાથે અથડાઈ ગયા બાદ લેવાયો હતો. કોઈપણ પ્રકારની સ્થિતિનો સામનો કરવાની તૈયારી કરી લેવામાં આવી હતી. 

Share: