ભાવનગરના મેવાસા ગામ પાસે ટ્રક પલટી મારી જતાં 7 લોકોના મોતની આશંકા, અનેક ઘાયલ

ભાવનગરના મેવાસા ગામ પાસે ટ્રક પલટી મારી જતાં 7 લોકોના મોતની આશંકા, અનેક ઘાયલ
add caption

અમદાવાદ, 30 માર્ચ 2023, ગુરુવાર

ભાવનગરમાં વલભીપુર તાલુકામાં એક ટ્રક પલટી જવાથી ટ્રક નીચે કેટલાક મજૂરો દબાઈ ગયાની ઘટના બની છે. આ ભયંકર ઘટનામાં 7 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે. આ ઘટના મેવાસા ગામ પાસે બની હોવાની માહિતી મળી રહી છે. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો છે. અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થયા છે. સુત્રોમાંથી મળતી વિગત મુજબ ટ્રકમાં 12 કે તેથી વધુ મજુરો સવાર હતા. અકસ્માતના ઘટના સ્થળે 108ની ટીમ પહોંચી ગઈ છે અને સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે. 

ટાયર ફાટતા આઈસર ટ્રક પલટી મારી ગયો હતો

આ ઘટનાની વધુ વિગત મુજબ ભાવનગર જીલ્લાના વલભીપુર તાલુકાના મેવાસા ગામ પાસે પશુનો ચારો ભરેલી ટ્રકનું ટાયર ફાટતા આ આઈસર ટ્રક પલટી મારી જતા અકસ્માત સર્જાયો જેમાં અનેક લોકો દબાયા હોવાની માહિતી મળતા તંત્રે સ્થળ પર દોડી જઈ બચાવ કામગીરી હાથ ધરી હતી, આ ટ્રકમાં 12થી 14 મજૂરો સવાર હતા એ દરમિયાન દુર્ઘટના બની હતી. જેમાં 6 લોકોનાં ઘટનાસ્થળે જયારે 1 નું સારવાર દરમિયાન મોત થયું છે.પ્રાથમિક માહિતી અનુસાર મેવાસા ગામ તરફથી વલભીપુર આવી રહ્યા હતા. એ દરમિયાન કડબ ભરેલી આ  ટ્રકમાં ટાયર ફાટતા તે પલટી મારી જતાં ભયંકર અકસ્માત થયો હતો. જેમાં 7 લોકોના મોત નિપજ્યા છે.

Share: