×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

યુએસ કોર્ટનો મોટો નિર્ણય, H-1B વિઝા ધારકોના જીવનસાથી અમેરિકામાં કામ કરી શક્શે

Image : pixabay

અમદાવાદ, 30 માર્ચ 2023, ગુરુવાર

અમેરિકામાં કામ કરતા વિદેશી કર્મચારીઓ માટે સારા સમાચાર છે. અમેરિકી કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈની પાસે H-1B વિઝા છે તો તેના જીવનસાથીને અમેરિકામાં કામ કરવાની છૂટ છે. યુએસ ડિસ્ટ્રિક્ટ જજ તાન્યા ચુટકને સેવ જોબ્સ USA દ્વારા દાખલ કરાયેલી અરજીને ફગાવી દીધી છે.

રોજગાર અધિકૃતતા કાર્ડ ન આપવા કોર્ટમાં અરજી કરી હતી

આ અરજીમાં ઓબામાના કાર્યકાળમાં H-1B વિઝા ધારકોની અમુક શ્રેણીના જીવનસાથીઓને રોજગાર અધિકૃતતા કાર્ડ આપવાના નિયમોને નામંજૂર કરવા માટે કોર્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ અરજીનો એમેઝોન, એપલ, ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી ટેક કંપનીઓએ વિરોધ કર્યો હતો. યુએસએ અત્યાર સુધીમાં લગભગ એક લાખથી વધુ H-1B કર્મચારીઓના જીવનસાથીઓને કામનો અધિકાર જાહેર કર્યા છે જેમાંથી મોટી સંખ્યામાં ભારતીયો છે.

ન્યાયમૂર્તિ ચુટકે તેમના આદેશમાં નોંધ્યું હતું કે સેવ જોબ્સ યુએસએની પ્રાથમિક દલીલ એ છે કે કોંગ્રેસે વિદેશી નાગરિકો જેવા કે H-4 વિઝા ધારકોને યુનાઇટેડ સ્ટેટ્સમાં કામ કરવાની મંજૂરી આપવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી ઓથોરિટી આપી નથી. ન્યાયાધીશે તેમના આદેશમાં સ્પષ્ટતા કરી છે કે કોંગ્રેસે સ્પષ્ટપણે અને ઇરાદાપૂર્વક યુએસ સરકારને H-4 જીવનસાથીના યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેવાની અનુમતિપાત્ર શરત તરીકે રોજગાર અધિકૃત કરવામાં આવે.

ચુકાદાની પ્રશંસા કરવામાં આવી

ઇમિગ્રન્ટના એડવોકેટ અને અગ્રણી સમુદાયના નેતા અજય ભુટોરિયાએ કોર્ટના નિર્ણયને આવકાર્યો હતો. તેમણે કહ્યું કે H-1B વિઝા પ્રોગ્રામ કુશળ વિદેશી કર્મચારીઓને યુનાઇટેડ સ્ટેટ્સમાં આવવા અને અમેરિકન કંપનીઓ માટે કામ કરવાની મંજૂરી આપવા માટે રચાયેલ છે. અત્યાર સુધી H-1B જીવનસાથીઓને કામ કરવાની મંજૂરી ન હતી જે ઘણીવાર પરિવારો પર નોંધપાત્ર નાણાકીય બોજ બનતી હતી.