×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ક્રિકેટરોના વાર્ષિક કોન્ટ્રાકની જાહેરાત : ગ્રેડમાંથી 2 ખેલાડી આઉટ, જાડેજા-હાર્દિકને ફાયદો, રાહુલને નુકશાન, જાણો કોને મળશે કેટલી રકમ

નવી દિલ્હી, તા.26 માર્ચ-2023, રવિવાર

BCCIએ ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023 સુધીના ખેલાડીઓના વાર્ષિક કરારની જાહેરાત કરી દીધી છે. 4 ખેલાડીઓને A+ ગ્રેડમાં રખાયા છે. તો 5 ખેલાડીઓને A ગ્રેડમાં સામેલ કરાયા છે. 6 ખેલાડીઓ B ગ્રેડમાં અને 11 ખેલાડીઓ C ગ્રેડમાં લેવાયા છે. આ વખતે માત્ર રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને A+ ગ્રેડમાં રખાયા છે. 

A+ ગ્રેડના ખેલાડીઓને વાર્ષિક રૂ.7 કરોડ ચૂકવશે BCCI

હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, ઋષભ પંત અને અક્ષર પટેલને A ગ્રેડમાં સામેલ કરાયા છે, તો ચેતેશ્વર પુજારા, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મોહમ્મદ સિરાજ, સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલને B ગ્રેડમાં રખાયા છે. ઉમેશ યાદવ, શિખર ધવન, શાર્દુલ ઠાકુર, ઈશાન કિશન, દીપક હુડા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ અને કે.એસ.ભરત Cસી ગ્રેડમાં રખાયા છે. બીસીસીઆઈ A+ ગ્રેડના ખેલાડીઓને વાર્ષિક રૂ.7 કરોડ, A ગ્રેડના ખેલાડીઓને રૂ.5 કરોડ, B ગ્રેડના ખેલાડીઓને રૂ.3 કરોડ અને C ગ્રેડના ખેલાડીઓને રૂ.1 કરોડ ચૂકવે છે.

કયા ખેલાડીને થયો ફાયદો, કોને થયું નુકસાન ?

રવિન્દ્ર જાડેજા પહેલા A ગ્રેડમાં હતો, હવે તેનો A+ ગ્રેડમાં સમાવેશ કરાયો છે. તો હાર્દિક પંડ્યાને C ગ્રેડમાંથી A ગ્રેડમાં લવાયો છે. જ્યારે અક્ષર પટેલને પણ B ગ્રેડમાંથી A ગ્રેડમાં સામેલક રાયો છે. તો ઘણા સમયથી ખરાબ પ્રદર્શન કરી રહેલા લોકેશ રાહુલને Aમાંથી B ગ્રેડમાં ખસેડાયો છે. સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલને Cમાંથી B ગ્રેડમાં, જ્યારે શાર્દુલ ઠાકુર Bમાંથી C ગ્રેડમાં સામેલ કરાયો છે. અજિંક્ય રહાણે અને ઈશાંત શર્મા પહેલા B ગ્રેડમાં હતા. આ વખતે બંનેને BCCI કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે.

ઈશાન કિશન, દીપક હુડા, કુલદીપ યાદવ, સંજુ સેમસન, અર્શદીપ સિંહ અને કે.એસ.ભરત અગાઉ કેન્દ્રીય કોન્ટ્રાક્ટનો હિસ્સો ન હતા. જોકે આ ખેલાડીઓને આ વખતે C ગ્રેડનો કોન્ટ્રાક્ટ અપાયો છે. તો ભુવનેશ્વર કુમાર, હનુમા વિહારી, રિદ્ધિમાન સાહા, મયંક અગ્રવાલ અને દીપક ચહર અગાઉ C ગ્રેડમાં હતા, જેઓ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દેવાયા છે.

કયો ખેલાડી કયો ગ્રેડ અપાયો ?

A+ ગ્રેડમાં 4 ખેલાડીનો સમાવેશ

  • રોહિત શર્મા
  • વિરાટ કોહલી
  • જસપ્રિત બુમરાહ
  • રવિન્દ્ર જાડેજા

A ગ્રેડમાં 5 ખેલાડીઓ

  • હાર્દિક પંડ્યા
  • રવિચંદ્રન અશ્વિન
  • મોહમ્મદ શમી
  • રિષભ પંત
  • અક્ષર પટેલ

B ગ્રેડમાં 6 ખેલાડીઓ સામેલ

  • ચેતેશ્વર પૂજારા
  • લોકેશ રાહુલ
  • શ્રેયસ અય્યર
  • મોહમ્મદ સિરાજ
  • સૂર્યકુમાર યાદવ
  • શુભમન ગિલ

C ગ્રેડમાં 11 ખેલાડીઓ

  • ઉમેશ યાદવ
  • શિખર ધવન
  • શાર્દુલ ઠાકુર
  • ઈશાન કિશન
  • દીપક હુડ્ડા
  • યુઝવેન્દ્ર ચહલ
  • કુલદીપ યાદવ
  • વોશિંગ્ટન સુંદર
  • સંજુ સેમસન
  • અર્શદીપ સિંહ
  • કે.એસ.ભરત