×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કર્ણાટકમાં અમિત શાહે 103 ફૂટ ઉંચો તિરંગો ફરકાવ્યો, કહ્યું કોંગ્રેસે હંમૈશા વોટ બેંકની રાજનીતિ કરી

Image : twitter

અમદાવાદ, 26 માર્ચ 2023, રવિવાર

અમિત શાહ વિધાનસભા ચૂંટણી 2023ને ધ્યાનમાં રાખીને કર્ણાટક રાજ્યના પ્રવાસે છે. આજે અહી તેણે 103 ફૂટ ઉંચો તિરંગો ફરકાવ્યો હતો અને એક રેલીને સંબોધન કરી હતી. આ ઉપરાંત અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસે હંમૈશા વોટ બેંકની રાજનીતિ કરી છે.

અમિત શાહે શહીદ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું

કર્ણાટકમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે એક રેલીને સંબોધિત કરતા સમયે કહ્યું કે આ ગોરાટા ગામમાં માત્ર અઢી ફૂટ ઊંચો તિરંગો ફરકાવવા બદલ ક્રૂર નિઝામની સેનાએ સેંકડો લોકોને મારી નાખ્યા હતા. અમિત શાહે કહ્યું હતું કે આજે મને એ કહેતા ગર્વ થાય છે કે એ જ ધરતી પર 103 ફૂટ ઊંચો તિરંગો ફરકાવવામાં આવી રહ્યો છે જે કોઈથી છુપાયેલો નથી. અમિત શાહે વધુમાં કહ્યું કે એ જ ધરતી પર અમર શહીદોનું સ્મારક બનાવવામાં આવ્યું છે. સરદાર પટેલની આ 20 ફૂટ ઊંચી પ્રતિમા હૈદરાબાદમાંથી નિઝામને ભગાડવામાં આપણા પ્રથમ ગૃહમંત્રી દ્વારા ભજવવામાં આવેલી મહત્વની ભૂમિકાનું પ્રતીક છે. આ જ કારણે બિદરનો આ વિસ્તાર ભારતનો ભાગ બની શક્યો હતો. આ દરમિયાન તેમણે ગોરાટા ખાતે શહીદ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું હતું.

આઝાદી અપાવનારાઓને કોંગ્રેસે યાદ ન કર્યા

કોંગ્રેસ પર રાજકીય પ્રહાર કરતા ભાજપના નેતા અમિત શાહે કહ્યું કે કોંગ્રેસે ધ્રુવીકરણ અને વોટ બેંકના લોભની રાજનીતિમાં આઝાદી અને હૈદરાબાદ મુક્તિ માટે પોતાનું બલિદાન આપનારા લોકોને ક્યારેય યાદ કર્યા નથી. તેમણે કહ્યું કે જો સરદાર પટેલ ન હોત તો હૈદરાબાદ અને બિદરને ક્યારેય આઝાદી ન મળી હોત. તેમણે કહ્યું કે કોંગ્રેસ સરકારે ધ્રુવીકરણની રાજનીતિના કારણે લઘુમતીઓને અનામત આપી હતી જે અનામત ભાજપે નાબૂદ કરી છે. વોક્કાલિગા અને લિંગાયત સમુદાયને આ અનામત આપવામાં આવી હતી.